NAVSARINAVSARI CITY / TALUKO

આજથી નવસારી મહાનગરપાલિકા દ્વારા 1થી 13 વોર્ડમાં સ્થળ પર જ અરજીઓનો નિકાલ અને 25 સરકારી યોજના કેમ્પનો પ્રારંભ

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

રાજ્ય સરકારની વિવિધ જનકલ્યાણકારી અને સામાજિક સુરક્ષા યોજનાઓનો લાભ દરેક પાત્ર નાગરિક સુધી પહોંચે અને નવસારી મહાનગરપાલિકા વિસ્તારમાં યોજનાઓની 100 ટકા સેચ્યુરેશન (Saturation Target) સિદ્ધ થાય તે હેતુથી નવસારી મહાનગરપાલિકા દ્વારા ‘નાગરિકલક્ષી યોજના કેમ્પ’ શરૂ કરવામાં આવી રહ્યો છે. આજરોજ 7 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર, 2026દરમિયાન શહેરના તમામ 13 વોર્ડમાં સેવા સેતુ મોડેલના તર્જ પર વિશેષ કેમ્પો યોજાશે.

મહાનગરપાલિકાના જણાવ્યા મુજબ કેમ્પમાં નાગરિકોને વિવિધ સરકારી યોજનાઓ માટે અરજી કરવાની, જરૂરી દસ્તાવેજોની ચકાસણી કરાવવાની તથા પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભો આપવાની સુવિધા ઉપલબ્ધ કરાશે. કેમ્પનો મુખ્ય હેતુ **“સરકારની યોજના – સીધી નાગરિક સુધી”**ના અભિગમને સફળ બનાવવાનો છે.

કેમ્પ દરમિયાન કુલ 25 કેન્દ્ર અને રાજ્ય સરકારની મહત્વપૂર્ણ યોજનાઓ અંગે માર્ગદર્શન અને લાભ આપવામાં આવશે. તેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના, કુંવરબાઈનું મામેરું, વહાલી દીકરી યોજના, પ્રિ-મેટ્રિક શિષ્યવૃત્તિ, ગંગા સ્વરૂપા સહાય યોજના, સંકટ મોચન યોજના, વૃદ્ધ પેન્શન યોજનાઓ, સંત સુરદાસ યોજના, દિવ્યાંગ સહાય અને શિષ્યવૃત્તિ, આયુષ્માન ભારત યોજના, પ્રધાનમંત્રી માતૃ વંદના યોજના, જનધન યોજના, સુરક્ષા વીમા યોજના, જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના, મુદ્રા યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, પી.એમ. કુસુમ યોજના તથા પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના સહિતની યોજનાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વોર્ડવાર કેમ્પનું સમયપત્રક

  • 7 ઓગસ્ટ (શુક્રવાર) – વોર્ડ નં. 1 – જલાલપોર વિભાગીય કચેરી, જલાલપોર
  • 10 ઓગસ્ટ (સોમવાર) – વોર્ડ નં. 2 – શ્રી સરદાર પટેલ વિદ્યાભવન
  • 12 ઓગસ્ટ (બુધવાર) – વોર્ડ નં. 3 – નગરપાલિકા હાઈસ્કૂલ, શાંતાદેવી રોડ
  • 17 ઓગસ્ટ (સોમવાર) – વોર્ડ નં. 4 – ગાંધી વિદ્યાલય, વિરાવળ
  • 19 ઓગસ્ટ (બુધવાર) – વોર્ડ નં. 5 – કમલાપોર એન્ડ ઓફિસ
  • 21 ઓગસ્ટ (શુક્રવાર) – વોર્ડ નં. 6 – સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, લુન્સીકુઈ
  • 24 ઓગસ્ટ (સોમવાર) – વોર્ડ નં. 7 – રામજી મંદિર હોલ, ફુવારા તળાવ
  • 27 ઓગસ્ટ (ગુરુવાર) – વોર્ડ નં. 8 – જય જલારામ હોલ, ભક્તિનગર
  • 31 ઓગસ્ટ (સોમવાર) – વોર્ડ નં. 9 – વિશ્વકર્મા એન્ડ ઓફિસ
  • 2 સપ્ટેમ્બર (બુધવાર) – વોર્ડ નં. 10 – સરદાર કોમ્યુનિટી હોલ, આનંદનગર
  • 7 સપ્ટેમ્બર (સોમવાર) – વોર્ડ નં. 11 – સરદાર કોમ્યુનિટી હોલ, આનંદનગર
  • 9 સપ્ટેમ્બર (બુધવાર) – વોર્ડ નં. 12 – સિંધી પંચાયત હોલ, સિંધી કેમ્પ
  • 11 સપ્ટેમ્બર (શુક્રવાર) – વોર્ડ નં. 13 – ટાઉન હોલ, વિરાવળી માર્ગ, દેવીનાપાર્ક, નવસારી

તમામ કેમ્પોનો સમય સવારે 8:30 થી બપોરે 1:00 વાગ્યા સુધી રહેશે.

નવસારી મહાનગરપાલિકાએ શહેરના તમામ પાત્ર નાગરિકોને આધાર કાર્ડ, રેશનકાર્ડ, આવકનો દાખલો, બેંક પાસબુક, મોબાઇલ નંબર સહિત જરૂરી દસ્તાવેજો સાથે પોતાના વોર્ડમાં યોજાનારા કેમ્પમાં હાજર રહી સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અપીલ કરી છે.

Back to top button
error: Content is protected !!