MORBI:મોરબી પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓ ઝડપાયા

MORBI:મોરબી પ્રોહીબિશનના ગુનામાં નાસતા-ફરતા બે આરોપીઓ ઝડપાયા
મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહીબિશન (દારૂબંધી)ના ગુનામાં છેલ્લા ઘણા સમયથી પકડવાના બાકી અને નાસતા-ફરતા બે આરોપીઓને ઝડપી પાડવામાં મોરબી તાલુકા પોલીસને સફળતા મળી છે.
પોલીસ ઇન્સ્પેક્ટરના સીધા માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફની ટીમે ખાનગી બાતમીના આધારે ચોક્કસ જગ્યાઓ પર દરોડા પાડીને બંને રીઢા આરોપીઓને ઝડપી લીધા છે.
ઝડપાયેલા આરોપીઓ ૧. ઇમરાનભાઇ કાસમભાઇ તરાયા (રહે. જસાપર વાંઢ, સિકારપુર, તા. ભચાઉ, જી. કચ્છ):આ આરોપી પ્રોહીબિશનના ગુનામાં છેલ્લા પાંચેક મહિનાથી પોલીસને થાપ આપીને નાસતો-ફરતો હતો. તાલુકા પોલીસની સર્વેલન્સ ટીમને ખાનગી રાહે બાતમી મળી હતી કે તે રવીરાજ ચોકડી બ્રિજ નીચે ઉભો છે. બાતમીના આધારે પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને તેને સ્થળ પરથી જ પકડી પાડ્યો હતો. (૨.)ભરતભાઇ ઉર્ફે લાલો કાંતીભાઈ ઠાકોર (રહે. વાહેદપુર અમરાપુર, તા. સમી, જી. પાટણ):આ આરોપી છેલ્લા છયેક મહિનાથી નાસતો-ફરતો હતો. પોલીસને બાતમી મળી હતી કે આરોપી ઘુંટુ રોડ પર હાજર છે. જે આધારે પોલીસે સ્થળ પર પહોંચી આરોપીની અટકાયત કરી હતી.મોરબી તાલુકા પોલીસે બંને આરોપીઓની વિધિવત ધરપકડ કરી આગળની કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.









