GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:પરશુરામ યુવા ગ્રૂપ – દ્વારા મોરબી મહાનગરપાલિકામાં નવનિયુક્ત બ્રહ્મસમાજના ચેરમેન – વાઇસ ચેરમેનનું ભાવભર્યું સન્માન કરાયું

 

MORBI શ્રી પરશુરામ યુવા ગ્રૂપ – દ્વારા મોરબી  મહાનગરપાલિકામાં નવનિયુક્ત બ્રહ્મસમાજના ચેરમેન – વાઇસ ચેરમેનનું ભાવભર્યું સન્માન કરાયું

 

મોરબી મહાનગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં સમગ્ર બ્રહ્મ સમાજનું ગૌરવ વધારીને કોર્પોરેટર તરીકે ભવ્ય વિજય મેળવનાર શ્રી જયદીપભાઈ મહેતા ( ચેરમેન – રોશની સમિતિ ) શ્રી કેયૂરભાઈ પંડયા ( વાઇસ ચેરમેન – ટાઉન પ્લાનિંગ સમિતિ ) અને શ્રીમતી મમતાબેન ઠાકર ( વાઇસ ચેરમેન – માધ્યમિક અને આનુંસંગિક શિક્ષણ સમિતિ ) ની ચેરમેન – વાઇસ ચેરમેન તરીકે વરણી કરવામાં આવી છે. આ નિમણૂકથી સમગ્ર બ્રહ્મ સમાજ અને મોરબી શહેરમાં હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.

આ નિમણૂકને વધાવતાં શ્રી પરશુરામ યુવા ગ્રૂપ – મોરબી ના હોદ્દેદારો અને સભ્યો દ્વારા નવનિયુક્ત ચેરમેન તેમજ વાઇસ ચેરમેનના નિવાસસ્થાને રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. જ્યાં તેમનું મોં મીઠું કરાવી, પુષ્પગુચ્છ અને દાદા પરશુરામની મુર્તી અર્પણ કરી ભાવભર્યું સન્માન કરવામાં આવ્યું હતું અને નવી જવાબદારી બદલ હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ શુભેચ્છા મુલાકાત દરમિયાન શ્રી પરશુરામ યુવા ગ્રૂપના સભ્યોએ આશા વ્યક્ત કરી હતી કે, મોરબી કોર્પોરેશનમાં મળેલ આ વિશેષ જવાબદારીથી તેઓ મોરબીના તમામ નાગરિકો અને લોકકલ્યાણના કાર્યો માટે સદાય તત્પર રહેશે અને તેમના માધ્યમથી વધુમાં વધુ લોકોને મદદરૂપ થઈ શકાય તેવા પ્રજાલક્ષી કાર્યો થશે.

Back to top button
error: Content is protected !!