કાલોલમાં ANTF ની મોટી સફળતા: MGS સ્કુલ પાસે ગાંજાનો જથ્થા સાથે 3 શખ્સો ઝડપાયા,14.94 લાખનો મુદ્દામાલ કબ્જે.

તારીખ ૦૭/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
વડોદરા ઝોન ANTF (એન્ટી નાર્કોટીક્સ ટાસ્ક ફોર્સ) ની ટીમે કાલોલ નજીક ગોધરા રોડ પર આવેલ એમ.જી.એસ. સ્કૂલના ગરનાળા પાસે ટ્રાફિક પોલીસ ચોકી નજીક નાકાબંધી કરીને ગેરકાયદેસર ગાંજાના જથ્થાની હેરાફેરી કરનાર ૩ ઈસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ANTF પી આઈ જે ડી રાણા ઓ નાર્કોટિક્સ અંગેની પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન પોલીસ ઇન્સ્પેક્ટર જે.ડી.રાણા, PC-જાગૃતિબેન બાબરિયા બ.ન.-૪૭૦નાઓને ખાનગીરાહે બાતમી હકીકત મળેલ હતી કે, કેટલાક ઇસમો ગેરકાયદેસર વનસ્પતિજન્ય માદક પદાર્થ (સુકો ગાંજો) નો જથ્થો લઈને કાલોલ-હાલોલ રોડ પરથી પસાર થનાર છે. જે બાતમીના આધારે પંચો રૂબરૂમાં કાલોલ થી હાલોલ જવાના રોડ ઉપર એમ.જી.એસ. સ્કૂલ ગરનાળા પાસે આવેલ ટ્રાફિક પોલીસ ચોકી નજીક સફળતાપૂર્વક દરોડો પાડતા શંકાસ્પદ રીતે આવતી પાયલોટિંગ કરતી ક્રેટા કાર (નંબર: GJ-17-CB-6191) ને રોકીને તપાસ કરવામાં આવતા તેમાંથી અફઝલ અસલમ કુરેશી તથા રવીભાઈ નારણભાઈ દંતાણી નામના બે ઈસમો મળી આવ્યા હતા જેની પૂછપરછ કરતા તેઓનો સાગરીત નદીમખાન સબ્બીરખાન પઠાણ બસમાં મુસાફરી કરી રહ્યો છે અને તેની પાસેના ગ્રે કલરના થેલા માં ગાંજો મૂકેલ હોવાની કબૂલાત કરી હતી જે બસ રોકી તપાસ કરતા ગેરકાયદેસર ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો. ગાંજાનો કુલ જથ્થો: ૬.૩૦૭ કિલોગ્રામ (કિંમત રૂ. ૧,૭૭,૩૭૦/-)કલેટા કાર: કિંમત રૂ. ૧૩,૦૦,૦૦૦/-મોબાઈલ ફોન (ઓપો કંપની): કિંમત રૂ. ૨૭,૦૦૦/-રોકડ રકમ: રૂ. ૮,૨૫૦/-કુલ મુદ્દામાલ કિંમત: રૂ. ૧૪,૯૪,૫૭૦/-પકડાયેલ આરોપીઓમાં 1.અફઝલ અસલમ કુરેશી (રહે. કરીમ કોલોની, કરબલા ચોક, કલોલ, જી. પંચમહાલ) 2. રવીભાઈ નારણભાઈ દંતાણી (રહે. કાળકામાતા ચોકી, પાવાગઢ રોડ, કલોલ, જી. પંચમહાલ)3. નદીમખાન સબ્બીરખાન પઠાણ (રહે. કરીમ કોલોની, કલોલ, જી. પંચમહાલ) આ ગુનામાં સતીષ નિનામા નામના અન્ય એક ઈસમનું નામ પણ બહાર આવ્યું છે જે ગાંજા નો જથ્થો આપી ગયેલ છે.જેને ફરાર જાહેર કરવામાં આવ્યો છે.ANTF વડોદરા દ્વારા તમામ આરોપીઓ સામે NDPS ACT ની કલમ ૮(C), ૨૦(b)(ii)(B) અને ૨૯ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.







