ARAVALLIBAYADGUJARATMODASA

બાયડ – ડાભા બ્રિજ પર કલેક્ટરના જાહેરનામાનો ભંગ, ભારે વાહનો માટેના બેરિયર તોડાતા સવાલો

અરવલ્લી

અહેવાલ- હિતેન્દ્ર પટેલ

બાયડ – ડાભા બ્રિજ પર કલેક્ટરના જાહેરનામાનો ભંગ, ભારે વાહનો માટેના બેરિયર તોડાતા સવાલો

અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાના ડાભા બ્રિજ પર જિલ્લા કલેક્ટરના જાહેરનામાના અમલ સામે સવાલો ઉભા થયા છે. બ્રિજની હાલત નબળી હોવાના કારણે જિલ્લા કલેક્ટર દ્વારા ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જોકે, ભારે વાહનોને રોકવા માટે હાઈવે પર લગાવવામાં આવેલા હાઈટ બેરિયર તોડી નાખવામાં આવ્યા હોવાની ઘટના સામે આવી છે.

સ્થાનિકોના જણાવ્યા મુજબ, કેટલાક અસામાજિક તત્વો દ્વારા ભારે વાહનો માટે લગાવવામાં આવેલા બેરિયર તોડી નાખવામાં આવ્યા હોવાનો આક્ષેપ છે. બેરિયર તૂટી જતાં પ્રતિબંધિત ભારે વાહનો બ્રિજ પરથી પસાર થવાની શક્યતા વધી છે.ડાભા બ્રિજની હાલત નબળી હોવાને કારણે ભારે વાહનોની અવરજવર જોખમી બની શકે છે. તેમ છતાં બેરિયર તોડી નાખવામાં આવતા તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.સ્થાનિકોએ તંત્ર સમક્ષ તાત્કાલિક બેરિયર ફરીથી લગાવવા તેમજ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો ભંગ કરનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવાની માગણી કરી છે. સાથે જ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર રોકવા માટે અસરકારક વ્યવસ્થા ગોઠવવાની પણ માંગ ઉઠી છે.

Back to top button
error: Content is protected !!