નારી વંદન ઉત્સવ અંતર્ગત માંગરોળના લોએજમાં “મહિલા કલ્યાણ દિવસ” ઉજવાયો
એસ.ડી.બી. હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓને સ્વરોજગારલક્ષી યોજનાઓ, તાલીમ અને સરકારી લોન અંગે માર્ગદર્શન અપાયું

એસ.ડી.બી. હાઈસ્કૂલ ખાતે વિદ્યાર્થીનીઓને સ્વરોજગારલક્ષી યોજનાઓ, તાલીમ અને સરકારી લોન અંગે માર્ગદર્શન અપાયું
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : નારી વંદન ઉત્સવના ભાગરૂપે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લી. ગાંધીનગર તથા મહિલા અને બાળ વિકાસ વિભાગના સંયુક્ત ઉપક્રમે માંગરોળ તાલુકાના લોએજ સ્થિત શ્રી એસ.ડી.બી. હાઈસ્કૂલ ખાતે “મહિલા કલ્યાણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત દીકરીઓને સરકારની સ્વરોજગારલક્ષી યોજનાઓ, તાલીમો, બેંકની સબસિડી પાત્ર સ્વ-રોજગાર લોન તેમજ રોજગાર, કૌશલ્યલક્ષી અને આઈ.ટી.આઈ. (ITI) દ્વારા ચાલતા વિવિધ કોર્ષ અંગે વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. આ ઉપરાંત મહિલા અને બાળ અધિકારીની કચેરીના પ્રતિનિધિઓ દ્વારા વિભાગની વિવિધ મહિલાલક્ષી યોજનાઓની સમજણ આપવામાં આવી હતી.
આ પ્રસંગે શાળાના આચાર્ય, શિક્ષકો, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના કર્મચારીઓ, DHEW તથા OSCની ટીમ અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ ઉપસ્થિત રહી હતી.




