JUNAGADHJUNAGADH CITY / TALUKOJUNAGADH RURAL

જૂનાગઢ જિલ્લાની તમામ સરકારી આઈ.ટી.આઈ. ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ધારાસભ્ય સંજય કોરડીયાની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ: સંસ્થાની તાલીમ પ્રવૃત્તિઓ અને નવા બિલ્ડિંગની કામગીરીની સમીક્ષા કરાઈ

વૃક્ષારોપણ: સંસ્થાની તાલીમ પ્રવૃત્તિઓ અને નવા બિલ્ડિંગની કામગીરીની સમીક્ષા કરાઈ
વાત્સલ્યમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના માર્ગદર્શન હેઠળ રાજ્યભરની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લાની નોડલ સંસ્થા સરકારી ITI જૂનાગઢ તેમજ મહિલા ITI જૂનાગઢ, કેશોદ, માણાવદર, વંથલી, વિસાવદર, માળિયા-હાટીના, ભેસાણ અને મેંદરડા સહિતની તમામ સરકારી ITI ખાતે અધિકારીઓ, સ્ટાફ અને તાલીમાર્થીઓની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
જૂનાગઢ નોડલ ITI ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં ધારાસભ્ય સંજય કોરડીયા, જિલ્લા યુવા વિકાસ અધિકારી મયંક ભદોરિયા તથા વન વિભાગના આર.એફ.ઓ. (RFO) પિન્ટુબેન ગુજરાતી ઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત લોકો દ્વારા વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપવામાં આવ્યો હતો.
તાલીમ સુવિધાઓ અને નવનિર્માણ બિલ્ડિંગની સમીક્ષા:
વૃક્ષારોપણ બાદ ધારાસભ્યએ સંસ્થાના વિવિધ ટ્રેડની મુલાકાત લઈ તાલીમ વ્યવસ્થા, ઉપલબ્ધ સુવિધાઓ તેમજ વ્યવસાયલક્ષી તાલીમ અંગે માહિતી મેળવી હતી. આ પ્રસંગે સંસ્થા દ્વારા છેલ્લા બે વર્ષમાં તાલીમની ગુણવત્તા, ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ, ઓન-ધ-જોબ ટ્રેનિંગ (OJT), એપ્રેન્ટિસશિપ તથા કેમ્પસ પ્લેસમેન્ટ ક્ષેત્રે થયેલી કામગીરી અંગે માહિતી રજૂ કરવામાં આવી હતી. ધારાસભ્યએ આચાર્ય ભગીરથસિંહ બી. જાળીયા અને સ્ટાફની કામગીરીને બિરદાવી ભવિષ્યમાં રોજગારલક્ષી પ્રવૃત્તિઓને વધુ ગતિ આપવા જણાવ્યું હતું.
આ ઉપરાંત, ધારાસભ્યએ સંસ્થાના નવા નિર્માણાધીન બિલ્ડિંગની મુલાકાત લઈ બાંધકામની કામગીરીની સમીક્ષા કરી હતી. બાંધકામની ગુણવત્તા જળવાય અને કામ સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે માર્ગ અને મકાન વિભાગ (R&B)ના નાયબ કાર્યપાલક ઇજનેર વિવેક ગોસ્વામી પણ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!