MORBI:મોરબીના શક્ત શનાળામાં જૂની અદાવતમાં યુવક પર લાકડાના ધોકા વડે હુમલો

MORBI:મોરબીના શક્ત શનાળામાં જૂની અદાવતમાં યુવક પર લાકડાના ધોકા વડે હુમલો: એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
મોરબીના શક્ત શનાળા નવ પ્લોટ વિસ્તારમાં જૂની બોલાચાલીનો ખાર રાખીને એક યુવક પર લાકડાના ધોકા વડે હુમલો કરી જાતિ પ્રત્યે અપશબ્દો બોલવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી માહિતી મુજબ, શક્ત શનાળા નવ પ્લોટ વિસ્તારમાં રહેતા ૨૯ વર્ષીય ગૌતમભાઈ ભીમજીભાઈ સોલંકીએ આરોપી રાજુભાઈ ખોડાભાઈ બોરીચા (રહે. શક્ત શનાળા, મોરબી) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ ફરિયાદી અનુસૂચિત જાતિના હોવાનું જાણવા છતાં જાહેર સ્થળે જાતિ પ્રત્યે અપશબ્દો કહી ઝગડો કર્યો હતો. ત્યારબાદ આરોપીએ ફરિયાદીને મોઢાના ભાગે ઢીંકો મારી તથા કપાળ પર નાના લાકડાના ધોકા વડે હુમલો કરી ઈજા પહોંચાડી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.
આ બનાવ અંગે મોરબી સિટી એ ડિવિઝન પોલીસે ગૌતમભાઈની ફરિયાદના આધારે આરોપી રાજુભાઈ બોરીચા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૧૧૫(૧), એટ્રોસિટી એક્ટની કલમ ૩(૧)(આર)(એસ), ૩(૨)(૫a) તથા જી.પી. એક્ટ કલમ ૧૩૫ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








