GUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKOWADHAWAN

વઢવાણમાં નકટીવાવ મેલડી માતાજી મંદિર માટે રૂ. ૧૬૦ લાખના ખર્ચે સીસી રોડ બનાવાયો

ભક્તોને ચોમાસામાં પણ મળશે બારમાસી ટકાઉ રસ્તાની સુવિધા

તા.08/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

ભક્તોને ચોમાસામાં પણ મળશે બારમાસી ટકાઉ રસ્તાની સુવિધા, સુરેન્દ્રનગર જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા વઢવાણ સ્થિત શ્રી નકટીવાવ મેલડી માતાજી મંદિર જતો એપ્રોચ રોડ હવે ભક્તો અને શ્રદ્ધાળુઓ માટે વધુ સુવિધાજનક અને ટકાઉ બનવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અન્વયે રૂ. ૧૬૦ લાખના અંદાજિત ખર્ચે આ રસ્તાના નવીનીકરણ અને સીસી રોડ નિર્માણની કામગીરી હાથ ધરવામાં આવી છે. ડામર રસ્તાની સમસ્યાઓથી મળશે મુક્તિ અગાઉ નકટીવાવ મેલડી માતાજી મંદિર તરફ જતો રસ્તો ડામરનો બનેલો હતો. ચોમાસાની ઋતુ દરમિયાન સતત વરસાદ અને પાણીના ભારે વહાવને કારણે રસ્તા પર પાણી ઓવર ટોપિંગની ગંભીર સમસ્યા સર્જાતી હતી. પાણીના સતત ભરાવાને કારણે ડામરનો રસ્તો વારંવાર ધોવાઈ જતો અને બિસ્માર બની જતો હતો, જેના લીધે દર વર્ષે દર્શનાર્થીઓ તથા સ્થાનિક રાહદારીઓને ભારે હાલાકી ભોગવવી પડતી હતી. સીસી રોડની મંજૂરી શ્રદ્ધાળુઓની હાલાકી અને રસ્તાની ભૌગોલિક સ્થિતિને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સકારાત્મક અને પોઝિટિવ અભિગમ અપનાવ્યો હતો. વારંવાર તૂટી જતા ડામર રોડના કાયમી ઉકેલરૂપે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ રૂ. ૧૬૦ લાખના માતબર ખર્ચે મજબૂત સીસી (સિમેન્ટ કોંક્રીટ) રોડ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી વઢવાણ નકટીવાવ ખાતે બિરાજમાન મેલડી માતાજીના દર્શનાર્થે પ્રતિદિન મોટી સંખ્યામાં ભક્તો આવતા હોય છે. ખાસ કરીને રવિવાર, મંગળવાર તથા નવરાત્રિ જેવા તહેવારોમાં શ્રદ્ધાળુઓનો મોટો જમાવડો રહે છે. આ સીસી રોડ બનવાથી હવે ચોમાસામાં પણ પાણી ભરાવાની કે રસ્તો ખરાબ થવાની ચિંતા રહેશે નહીં. માતાજીના દર્શને આવતા સેવકો અને પદયાત્રીઓ માટે તમામ ઋતુઓમાં ઉપયોગી રહે તેવા ‘બારમાસી ટકાઉ રસ્તા’ની ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ થશે, જેનાથી સમગ્ર પંથકના ભક્તો અને સ્થાનિક લોકોમાં ભારે હર્ષ અને આનંદની લાગણી વ્યાપી ગઈ છે.

Back to top button
error: Content is protected !!