TANKARA:ટંકારામાં ઉગમણા નાકા પાસે જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા

TANKARA:ટંકારામાં ઉગમણા નાકા પાસે જાહેરમાં જુગાર રમતા ૪ ઝડપાયા
ટંકારા પોલીસે બાતમીના આધારે ઉગમણા નાકા પાસે આવેલ કોળીવાસના ચોકમાં જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર, ટંકારા તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન ટંકારા શહેરના ઉગમણા નાકા પાસે આવેલા કોળીવાસ ચોકમાં જાહેરમાં ગોળ કુંડાળું વળીને પૈસાની હાર-જીતનો જુગાર રમાઈ રહ્યો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડ્યો હતો.પોલીસ દરોડા દરમિયાન સ્થળ પરથી હાર-જીતનો જુગાર રમતા આનંદભાઈ શિવાભાઈ દંતેશરીયા (રહે. ઉગમણા નાકા, ટંકારા), વિશુલભાઈ મહેશભાઈ વકાતર (રહે. નગર નાકા પાસે, ટંકારા), પરસોત્તમભાઈ મનજીભાઈ દંતેશરિયા (રહે. ટંકારા) અને જગદીશભાઈ બાબુભાઈ ઉધરેજા (રહે. ટંકારા)ને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.પોલીસે આરોપીઓ પાસેથી રોકડા રૂ. ૧,૫૯૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે ચારેય આરોપીઓ વિરુદ્ધ જુગારધારાની કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








