HALVAD:હળવદમાં લગ્નની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ: કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો

HALVAD:હળવદમાં લગ્નની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ: કરનાર શખ્સ સામે ગુનો નોંધાયો
હળવદ તાલુકા પંથકમાં લગ્નની લાલચ આપી યુવતીનું શારીરિક શોષણ કરવામાં આવ્યું હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે. ભોગ બનનાર યુવતીની ફરિયાદના આધારે હળવદ પોલીસે એક શખ્સ સામે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર, હળવદ પંથકમાં રહેતી યુવતીએ આરોપી ગૌરાંગભાઈ હસમુખભાઈ બાવાજી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ યુવતી સાથે પ્રથમ દોસ્તી કરી હતી. ત્યારબાદ તેને પોતાના ઘરે બોલાવી, ‘રાજકોટમાં મકાન લઈ ત્યાં તારી સાથે લગ્ન કરીશ’ તેવી લાલચ આપી યુવતી સાથે વિશ્વાસઘાત કર્યો હતો.
આરોપીએ લગ્નની લાલચ આપીને યુવતી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને ત્યારબાદ લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. પોતાની સાથે છેતરપિંડી અને શારીરિક શોષણ થયું હોવાનો અહેસાસ થતાં યુવતીએ હળવદ પોલીસ મથકમાં ન્યાયની માંગ સાથે ફરિયાદ નોંધાવી હતી.આ મામલે હળવદ પોલીસે યુવતીની ફરિયાદના આધારે આરોપી ગૌરાંગ બાવાજી સામે ગુનો દાખલ કરી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.








