KALOL(Panchamahal)PANCHMAHAL

કાલોલ તાલુકાની કરાના મુવાડા પ્રાથમિક શાળામાં ઉત્સાહભેર બાલમેળાનું આયોજન સંપન્ન.

તારીખ ૦૯/૮/૨૦૨૬

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાની કરાના મુવાડા પ્રાથમિક શાળા ખાતે બાળકોમાં રહેલી છૂપી શક્તિઓ અને સર્જનાત્મકતાને બહાર લાવવાના હેતુથી એક રંગારંગ ‘બાલમેળા’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.આ બાલમેળામાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લઈને પોતાની કલા અને કૌશલ્યનું અદભુત પ્રદર્શન કર્યું હતું. મેળા દરમિયાન બાળકો માટે વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે: કાગળ કામ,ચીટક કામ અને કાતર કામ દ્વારા સુંદર આકારો બનાવવામાં આવ્યા.ચિત્રકામ અને રંગપૂર્તિ સ્પર્ધામાં બાળકોએ પોતાના કલ્પનાશીલ રંગો પૂરીને શ્રેષ્ઠ કૃતિઓ રજૂ કરી.વેસ્ટમાંથી બેસ્ટ બનાવવાની પ્રવૃતિઓ આ બાલમેળાના માધ્યમથી વિદ્યાર્થીઓમાં પરસ્પર સહકાર, સમૂહભાવના અને કલાત્મક કૌશલ્યોનો સુંદર વિકાસ જોવા મળ્યો હતો. શાળાના આચાર્ય અને શિક્ષકગણના માર્ગદર્શન હેઠળ યોજાયેલા આ સફળ બાલમેળાની ગ્રામજનો અને વાલીઓ દ્વારા પણ ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

 

Back to top button
error: Content is protected !!