કાલોલ પોલીસે ભાથીજી મંદિર પાસે ટ્રાફિકને અડચણરૂપ લારીઓ ઉભી રાખનાર બે લારીધારકો સામે કરી કાર્યવાહી.

તારીખ ૦૯/૦૮/૨૦૨૬
સાજીદ વાઘેલા કાલોલ
પંચમહાલ જિલ્લાના કાલોલ ટાઉન વિસ્તારમાં જાહેર રસ્તા પર ટ્રાફિક અને રાહદારીઓને અડચણરૂપ થાય તે રીતે લારીઓ ઊભી રાખી વેપાર કરતા બે શખ્સો સામે કાલોલ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, શુક્રવારે કાલોલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન ભાથીજી મંદિર પાસે જાહેર રસ્તા પર ટ્રાફિક અને રાહદારીઓની અવરજવરમાં રૂકાવટ ઊભી થાય તે રીતે લારીઓ રાખી વેપાર કરતા બે ઈસમો નજરે પડ્યા હતા.બપોરેના સુમારે મરચાંની હાથલારી જાહેર રસ્તા વચ્ચે રાખીને વેપાર કરતા રફીક સત્તાર મેતર (ઉંમર વર્ષ ૪૦, રહે. ઘાંચીવાડ કસ્બા, કાલોલ) નામના ઈસમ સામે કાલોલ પોલીસે ગુનો નોંધ્યો હતો.ત્યારબાદ શાકભાજી/લસણની લારી રસ્તા વચ્ચે ઊભી રાખી ટ્રાફિકને અડચણ ઊભી કરનાર શીઝાન સલીમ મોકરીયા (ઉંમર વર્ષ ૨૨, રહે. બસ સ્ટેન્ડ રોડ, કાલોલ) નામના ઈસમ સામે કાર્યવાહી કરવામાં આવી હતી.પોલીસે બંને બનાવોમાં પંચોની હાજરીમાં સ્થળ પંચનામું કરી, ભારતીય ન્યાય સંહિતા (BNS) ની કલમ-૨૮૫ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે.







