MORBI:મોરબીના બે ખેલાડીઓ ટેબલટેનિસમાં યુનિવર્સિટી કક્ષાએ વિજેતા

MORBI:મોરબીના બે ખેલાડીઓ ટેબલટેનિસમાં યુનિવર્સિટી કક્ષાએ વિજેતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ દ્વારા પ્રતિવર્ષ યોજાતી ઈન્ટર કોલેજ ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ વિરાણી સાયન્સ કોલેજ રાજકોટ ખાતે યોજાઈ હતી. જેમાં જામનગર, રાજકોટ, ભાવનગર, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, પોરબંદર જીલ્લાની વિવિધ કોલેજોના કોલેજ કક્ષાએ જીતેલા કોલેજ દીઠ 4 4 એમ અનેક વિધાર્થીઓએ ભાગ લીધો હતો. જેમાં મોરબીની જી. જે. શેઠ કોમર્સ કોલેજના મિહિર કૈલાશગીરી ગોસાઈ પ્રથમ તથા GMERS મેડિકલ કોલેજના વિસ્મય રવીન્દ્રભાઈ ત્રિવેદી દ્વિતીય ક્રમે વિજેતા થયા હતા. તેઓને ટ્રોફી પ્રમાણપત્ર અને રોકડ પુરસ્કાર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.
હવે તેઓ ઈન્ટર યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ આ બંને યુવાનો મોરબી મહાનગરપાલિકાની ઓપન મોરબી ટેબલટેનિસ ટુર્નામેન્ટ, ખેલ મહાકુંભ વગેરેમાં વિજેતા બની ચૂક્યા છે . ટેબલ ટેનિસ ફ્રેન્ડસ ગૃપના સભ્યો સહિત સમગ્ર મોરબીના ખેલ પ્રેમીઓ દ્વારા ચોમેરથી શુભેચ્છાઓ મળી રહી છે.










