MORBI:મોરબી જમીન વિકાસ બેંકમાં કે.પી.ભાગીયા પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા

MORBI:મોરબી જમીન વિકાસ બેંકમાં કે.પી.ભાગીયા પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે બિનહરીફ ચૂંટાયા: સહકારી ક્ષેત્ર અને ખેડૂતોમાં આનંદનો વ્યાપ
મોરબી જમીન વિકાસ બેંક (ખેતી વિકાસ બેંક)માં પ્રતિનિધિ ડિરેક્ટર તરીકે અનુભવી અને અગ્રણી સહકારી આગેવાન કે.પી.ભાગીયા બિનહરીફ વિજેતા જાહેર થયા છે. સહકારી ક્ષેત્રમાં ચાર દાયકાનો બહોળો અનુભવ ધરાવતા કે.પી.ભાગીયાની આ વરણીને મોરબી અને ટંકારા તાલુકાના ૧૮ વર્ણના ખેડૂત સમુદાય તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ દ્વારા ઉમળકાભેર આવકારીને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
કે.પી.ભાગીયા સામાજિક અને સેવાની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે દીર્ઘકાળથી જોડાયેલા છે. “જ્યાં ટુકડો ત્યાં હરી ઢુકડો” ની ભાવનાને ચરિતાર્થ કરતા મોરબીના હરિહર અન્નક્ષેત્રમાં સ્થાપના સમયથી જ છેલ્લા ૩૧ વર્ષથી તેઓ જોઈન્ટ સંચાલક તરીકે અવિરત સેવાઓ આપી રહ્યા છે. આ ઉપરાંત, મોરબીની શાન સમાન ઐતિહાસિક રામમંદિર (દરબારગઢ) જીર્ણોદ્ધાર સમિતિમાં પણ તેઓ મંત્રી તરીકે સક્રિય યોગદાન આપી રહ્યા છે.જાહેર અને સામાજિક જીવનમાં તેઓ ટંકારા સરદાર પટેલ પાટીદાર સમાજના સ્થાપક પ્રમુખ, મોરબી નગરપાલિકાના પૂર્વ કારોબારી ચેરમેન અને મોરબી માર્કેટિંગ યાર્ડના પૂર્વ ડિરેક્ટર જેવા મહત્વના હોદ્દાઓ પર સફળતાપૂર્વક સેવાઓ આપી ચૂક્યા છે.તેમના ૪૦ વર્ષના બહોળા સહકારી અનુભવ અને કાર્યનિષ્ઠાને કારણે ખેતી વિકાસ બેંકની કામગીરીને નવી દિશા અને વેગ મળશે તેવી આશા મોરબી-ટંકારાના ખેડૂતો દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે. તેમની આ બિનહરીફ વરણી બદલ ચારેકોરથી શુભેચ્છાઓનો વરસાદ થઈ રહ્યો છે.









