MORBI:મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા મોરબી શહેરમાં આવેલ વીસીપરા આંબેડકર કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા 11 ઈસમોને ઝડપી પાડયા છે.

MORBI:મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ દ્વારા મોરબી શહેરમાં આવેલ વીસીપરા આંબેડકર કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા 11 ઈસમોને ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન મોરબીના વીસીપરા આંબેડકર કોલોનીમાં જાહેરમાં જુગાર રમતા આરોપી સાહિલભાઈ મહેબૂબભાઈ મોવર, સુરેશભાઈ દેવજીભાઈ પરમાર, જાવેદ ભાઈ ઈસુભાઈ મોવર રહે ત્રણે વીસીપરા મોરબી તથા હાસમભાઈ કાસમભાઈ શેખ રહે પંચાસર રોડ મોરબી, અનિલભાઈ જેન્તીભાઈ સારેસા રહે રોહીદાસ પરા મોરબી, વાળાને 10,900 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડયા.
જ્યારે બીજી રેડ દરમિયાન ઇમરાન ભાઈ સતારભાઈ ભાગભરા રહે વાંકાનેર ગુલાબપરા ખાટકીપરાથી આગળ વાંકાનેર, કાશીમભાઈ યુનુસભાઇ મેમણ રહે વીસીપરા મોરબી, ઈરફાનભાઇ ઇમ્તિયાઝ ભાઈ બ્લોચ રહે મકરાણી વાસ મોરબી, અશ્વિનભાઈ કરસનભાઈ સોલંકી રહે વીસીપરા મોરબી, અશોકભાઈ લોકચંદભાઈ ચંદાણી રહે વીસીપરા મોરબી, ભરતભાઈ માવજીભાઈ ચૌહાણ રહે વીસીપરા મોરબી વાળાને રૂપિયા 11350 ના મુદ્દા માલ સાથે ઝડપી પાડીએ છે.
ઝડપાયેલ તમામ આરોપીઓ વિરુદ્ધ મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા કલમ હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.








