HALVAD:હળવદના કડીયાણા ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો રોકડ સાથે ઝડપાયા

HALVAD:હળવદના કડીયાણા ગામે જાહેરમાં જુગાર રમતા છ શખ્સો રોકડ સાથે ઝડપાયા
હળવદ તાલુકાના કડીયાણા ગામે દશરથ ઉર્ફે કક્કુભાઈ દીલાભાઇના રહેણાંક મકાન પાસે જાહેરમાં ચાલતી જુગારની મહેફિલ પર હળવદ પોલીસે દરોડો પાડીને ૬ જુગારીયાઓને રોકડ રકમ સાથે આબેહુક ઝડપી પાડ્યા છે.
ઘટનાની મળતી વિગતો મુજબ, હળવદ તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં નાઇટ/ડે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન બાતમીના આધારે કડીયાણા ગામે દશરથ ઉર્ફે કક્કુભાઈના ઘર પાસે જાહેરમાં ગંજીપત્તા વડે જુગાર રમી રહેલા છ શખ્સોને પોલીસે ઘેરાબંધી કરીને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા આરોપીઓ:૧. ખોડાભાઈ ઠાકરશીભાઈ દેત્રોજા ૨. હરેશભાઈ મેલજીભાઈ ડઢૈયા ૩. પ્રવીણભાઈ ધનજીભાઈ ડઢૈયા ૪. વિજયભાઈ ધીરજભાઈ સારોલા ૫. રાયમલભાઈ સેલાભાઈ ઠુંગા ૬. મુકેશભાઈ ધનાભાઈ રાતડીયા (તમામ રહે. કડીયાણા, તા. હળવદ)પોલીસે સ્થળ પરથી રૂ. ૮,૮૦૦ ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકમાં જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.








