GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના ચરાડવા ગામે કચરો નાખવા બાબતે તકરાર: ગેરેજ સંચાલક પર પાવડા વડે જીવલેણ હુમલો

 

HALVAD:હળવદના ચરાડવા ગામે કચરો નાખવા બાબતે તકરાર: ગેરેજ સંચાલક પર પાવડા વડે જીવલેણ હુમલો

હળવદ તાલુકાના ચરાડવા ગામે ગેરેજ પાસે ઉકરડાનો કચરો ફેલાવવા બાબતે થયેલી બોલાચાલીમાં પાડોશી યુવકે ગેરેજ સંચાલક પર પાવડા વડે જીવલેણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે.

મળતી વિગતો અનુસાર, ચરાડવા ગામે રહેતા અને ‘મઢુલી ઓટો ગેરેજ’ નામે દુકાન ચલાવતા દશરથ ભાવસિંગભાઈ પઢીયાર (ઉ.વ.૩૪) એ આરોપી મેહુલ નવઘણભાઈ ભરવાડ (રહે. ચરાડવા) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

ફરિયાદમાં જણાવ્યા મુજબ, આરોપીએ ગેરેજ પાસે ઉકરડો કર્યો હતો અને તે કચરો ટ્રેક્ટર-લોડર મારફતે ભરતી વખતે ગેરેજ પાસે ફેલાયો હતો. આ કચરો સરખો કરવા બાબતે દશરથે રજૂઆત કરતા આરોપી મેહુલ ભરવાડે ઉશ્કેરાઈને બોલાચાલી-ઝઘડો કર્યો હતો. ત્યારબાદ આરોપીએ ગાળો આપી, ઢીકાપાટુનો માર માર્યો હતો અને પોતાના હાથમાં રહેલા પાવડા વડે દશરથભાઈ પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી. સાથે જ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.આ બનાવ અંગે દશરથભાઈ પઢીયારે હળવદ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!