MEHSANAVIJAPUR

ટેચાવા ગામના બેભાન થયેલ યુવકનો મોબાઇલ-રોકડ પર 108 સ્ટાફની નજર પડી જેને સાચવી ઈમાનદારી પૂર્વક પરિવારના સગા ને પરત કર્યા

ટેચાવા ગામના બેભાન થયેલ યુવકનો મોબાઇલ-રોકડ પર 108 સ્ટાફની નજર પડી જેને સાચવી ઈમાનદારી પૂર્વક પરિવારના સગા ને પરત કર્યા

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
કટોકટીના સમયે દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડવાની ફરજ સાથે 108 એમ્બ્યુલન્સના કર્મચારીઓએ ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.ટેચાવા ગામના પ્રવીણજી ઠાકોર પોતાનો બાઇક લઈને વિજાપુર શહેરમાં કોઈ કામસર આવી રહ્યા હતા.તે દરમ્યાન પોલીસ સ્ટેશન નજીક આવતા એકાએક બેભાન થઈ ગયા હતા. આની જાણ 108 ને થતા તાત્કાલીક સ્થળ ઉપર પોહચી સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ જવાયા હતા બે ભાન થયેલ પ્રવિણજી ઠાકોર પાસેથી મળેલો એન્ડ્રોઇડ મોબાઇલ ફોન અને રૂ.10,250ની રોકડ રકમ 108 ટીમે સુરક્ષિત રાખી તેને બાદમાં દર્દીના પરિવારજનોનો સંપર્ક કરી પરત કર્યું હતુ.દર્દીની સ્થિતિ ગંભીર હોવાથી એમ્બ્યુલન્સ સ્ટાફ દ્વારા જરૂરી પ્રાથમિક સારવાર અને સંભાળ સાથે તેને વધુ સારવાર માટે હિંમતનગરના હોસ્પિટલ પહોંચાડવાની કામગીરી કરવામાં આવી હતી. જોકે આ સમયે દર્દી બેભાન હોવાથી પોતાની વસ્તુઓ અંગે કોઈ માહિતી આપી શકે તેવી સ્થિતિમાં ન હતો. આથી 108ના પાયલટ રાહુલસિંહ અને EMT આશિષે મોબાઇલ અને રોકડ રકમ પોતાની પાસે સુરક્ષિત રાખ્યા હતા. ત્યારબાદ દર્દીના પરિવારજનોની ઓળખ અને યોગ્ય ખાતરી કર્યા બાદ બંને વસ્તુઓ દર્દીના પરીવાર ના સગાને પરત સોંપવામાં આવી હતી.108 ની પોતાની ફરજ સાથે માનવતાની જવાબદારી નિભાવી હતી 108 ટીમની આ કામગીરીને લઈને પ્રશંસા કરવામાં આવી હતી. મુશ્કેલીના સમયે દર્દી અને પરિવારજનો માટે 108 સેવા માત્ર ઈમરજન્સી વાહન નહીં પરંતુ વિશ્વાસનો આધાર બની રહે છે. ફરજ દરમિયાન મળેલી રોકડ અને કિંમતી વસ્તુઓને પોતાના ઉપયોગમાં લેવાને બદલે યોગ્ય વ્યક્તિને પરત કરી રાહુલસિંહ અને EMT આશિષે ઈમાનદારી, ફરજપ્રતિ નિષ્ઠા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.
આ ઘટનાથી સમાજમાં ઈમાનદારી અને જવાબદારીનો સકારાત્મક સંદેશ પહોંચ્યો છે. 108 ટીમના કર્મચારીઓની આ કામગીરી અન્ય કર્મચારીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે.

Back to top button
error: Content is protected !!