ARAVALLIGUJARATMODASA

મોડાસા – ચોરીના મોબાઈલ ને નવા બનાવી વહેંચી ગેંગનો પર્દાફાશ,LCB એ 9 લાખથી વધુના મુદામાલ સાથે 4 આરોપીઓ ઝડપી પાડ્યા 

અમદાવાદના બે મોબાઈલ ચોર મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરી મોડાસામાં IMEI નંબર બદલવા આપતા હતા* 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

મોડાસા – ચોરીના મોબાઈલ ને નવા બનાવી વહેંચી ગેંગનો પર્દાફાશ,LCB એ 9 લાખથી વધુના મુદામાલ સાથે 4 આરોપીઓ ઝડપી પાડ્યા

અરવલ્લી : LCBએ ચોરીના મોબાઈલના IMEI નંબર બદલતા ચાર લબરમૂછિયાને દબોચી 9.20 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

*અમદાવાદના બે મોબાઈલ ચોર મોબાઈલ સ્નેચિંગ અને ચોરી કરી મોડાસામાં IMEI નંબર બદલવા આપતા હતા*

મોડાસા શહેર ચોરીના મોબાઈલ IMEI નંબર બદલવા માટે સમગ્ર દેશમાં પંકાયેલ છે લાખ્ખો મોબાઈલના IMEI નંબર બદલી ગરીબ દેશોમાં વેચી કાઢ્યા હોવાનું જગજાહેર છે ત્યારે અરવલ્લી જીલ્લા પોલીસવડા મનોહરસિંહ જાડેજાને મોડાસા શહેરમાં ચોરીના મોબાઈલનું ધૂમ વેચાણ થતું હોવાની અનેક વાર રજૂઆત મળતા એલસીબી અને એસઓજીને માર્ગદર્શન આપતા જીલ્લા એલસીબી પોલીસે મોડાસા શહેરમાં IMEI નંબર બદલતા અને ચોરીના મોબાઈલ અને સ્પેરપાર્ટ વેચાણ કરતા ચાર યુવકોને દબોચી લઈ અમદાવાદના બે મોબાઈલ ચોરને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

અરવલ્લી જીલ્લા એલસીબી પીઆઈ એમ.એચ.ઝાલા અને તેમની ટીમે ચોરીના મોબાઈલ વેચાણનું પગેરું મેળવવા છેલ્લા કેટલાક દિવસોથી તપાસ હાથધરી બાતમીદારો સક્રિય કરતા અમદાવાદ વટવાના સદભાવના ચાર માળિયામાં રહેતો મોં.હુસેન ઉર્ફે તિલ્લી ઉર્ફે મોહમ્મદ સલીમ શેખ અને જુહાપુરામાં રહેતો તેનો સાગરિત આરીફ અમદાવાદ સહીત અન્ય વિસ્તારમાંથી મોબાઇલ સ્નેચિંગ અને ચોરી કરી મોડાસા શહેરના નાની વ્હોરવાડમાં રહેતા તલ્હા હનીફ સિંધવાને આપતા હતા તલ્હા ચોરીના મોબાઇલ કડિયાવાડા નજીક આવેલ ચોરામાં રહેતા મોં.શાહરુખ મોં.રફીક ચૌહાણને આપતા લેપટોપમાં વિવિધ એપ્લિકેશનોનો ઉપયોગ કરી મોં.શાહરુખ ચૌહાણ IMEI નંબર બદલી નાખી માર્કેટયાર્ડ આગળ અલીજા મોબાઈલ દુકાન ધરાવતા અનસ આરીફ સુથાર (રહે,જેનબ પાર્ક ) અને નકીબ મોં. સલીમ જેથરા (રહે, બાગેફિરદોસ સોસાયટી)માં ચોરીના મોબાઈલ વેચાણ અને ચોરીના મોબાઈલના સ્પેરપાર્ટ વેચી મારતા હોવાની બાતમી મળતા એલસીબી ચોંકી ઉઠી હતી અરવલ્લી એલસીબી પોલીસે મોડાસાના ચારે લબરમૂછીયા યુવકોની અટકાયત કરી યુક્તિ પૂર્વક આગવી ઢબે પૂછપરછ કરતા ચારે યુવકોએ ચોરીના મોબાઇલમાં IMEI નંબર બદલી વેચાણ કરતા હોવાની કબૂલાત કરતા અલીજા મોબાઇલ દુકાનમાંથી ચોરીના 40 મોબાઇલ, ચારે યુવકો પાસેથી 6 મોબાઇલ અને લેપટોપ મળી રૂ.9.20 લાખનો મુદ્દામાલ જપ્ત કરી જેલના સળિયા પાછળ ધકેલી દઈ મોબાઇલ ચોરી અને તફડંચી કરતા અમદાવાદ ના બંને આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા

Back to top button
error: Content is protected !!