MORBI:મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન.

MORBI:મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા ભવ્ય તીજ ઉત્સવનું આયોજન.
મોરબીની મહિલાઓ માટે સંગીત, ડાન્સ, ગેમ્સ, હાઉઝી અને Fresh Flower Ornaments Competition સહિતના આકર્ષણો.
મોરબીની મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા શ્રાવણ માસના તીજ પર્વની ઉજવણી અંતર્ગત તા. ૧૬ ઓગસ્ટે ભવ્ય તીજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મોરબીની તમામ મહિલાઓને પરંપરાગત પોશાક સાથે ઉત્સવમાં જોડાવા આમંત્રણ પાઠવાયું છે.
મોરબીમાં શ્રાવણ માસની હરિયાળી અને તીજના પાવન પર્વને યાદગાર બનાવવા માટે મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તા.૧૬ ઓગસ્ટ રવિવારના રોજ ભવ્ય તીજ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. કાર્યક્રમનું આયોજન જલારામ મંદિરના એ.સી. હોલ અયોધ્યાપુરી રોડ મોરબી ખાતે બપોરે ૩.૩૦ કલાકે કરવામાં આવ્યું છે.
ઉત્સવમાં મનમોહક ડાન્સ પરફોર્મન્સ, સેલ્ફી પોઈન્ટ, મજેદાર ગેમ્સ, હાઉઝી, ડ્રિંક્સ, નાસ્તો, ડિનર તેમજ વિવિધ સરપ્રાઈઝ આકર્ષણો રાખવામાં આવ્યા છે. કાર્યક્રમ માટે ડ્રેસ થીમ તરીકે સાડી અથવા લહેંગા-ચોળી જેવા પરંપરાગત પોશાક રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત Fresh Flower Ornaments Competitionનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. સ્પર્ધા તમામ મહિલાઓ માટે ખુલ્લી રહેશે. સ્પર્ધામાં ભાગ લેનારોએ સાંજે ૪.૧૫ વાગ્યા પહેલાં સ્થળ પર હાજર રહેવું ફરજિયાત રહેશે.
કાર્યક્રમની રજીસ્ટ્રેશન ફી રૂ.૪૦૦/-પ્રતિ વ્યક્તિ રાખવામાં આવી છે અને ૮ વર્ષથી વધુ ઉંમરના બાળકો માટે પણ સંપૂર્ણ ફી લાગુ પડશે. કાર્યક્રમમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન ફરજિયાત છે. મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા મોરબીની તમામ બહેનોને તીજના રંગ, પરંપરા, સંગીત અને મસ્તી સાથે આ યાદગાર સાંજનો આનંદ માણવા મોટી સંખ્યામાં જોડાવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. રજીસ્ટ્રેશન સંપર્ક: રંજના સારડા-9726599930, નિશી બંસલ-9427543656, મુસ્કાન ગ્રુપ-9016976954, કોમલ આચાર્ય-9428260214 અને GPay-8849243004.








