ARAVALLIGUJARATMODASA

રેગિંગે ડૉ.હર્ષ પંડ્યાનો જીવ લીધો , જવાબદાર હેવાનો સામે ફરિયાદ કરવા સુરત સિવિલ તંત્રએ પોલીસને રિપોર્ટ કર્યો..!! 

અરવલ્લી

અહેવાલ – હિતેન્દ્ર પટેલ

રેગિંગે ડૉ.હર્ષ પંડ્યાનો જીવ લીધો , જવાબદાર હેવાનો સામે ફરિયાદ કરવા સુરત સિવિલ તંત્રએ પોલીસને રિપોર્ટ કર્યો..!!

*પરિવારજનોએ કહ્યું દોષિતોને સખ્ત સજા કરો જેથી અન્ય કોઈ વિદ્યાર્થી રેગિંગમાં જીવ ગુમાવવાનો વારો ન આવે*

સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવતા અને એમડી માઈક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા મોડાસા શહેરના ડૉ.હર્ષ સુભાષભાઈ પંડ્યા ચાર સિનિયર તબીબોના હેવાનિયત ભર્યા રેગિંગથી માનસિક રીતે હિંમત હારી જતા બોયઝ હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવી દેતા પરિવારજનો ઘટનાના ત્રણ દિવસ પછી પણ આઘાતમાં સરી પડ્યા છે પરિવારજનોના આંખમાંથી આંસુ સુકાતા નથી જવાબદાર દોષિતો સામે ફરિયાદ નોંધી સખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ કરી રહ્યા છે પ્રાપ્ત માહિતી અનુસાર , સુરત સિવિલ હોસ્પિટલ તંત્ર દ્વારા ડૉ.હર્ષ પંડ્યાને આત્મહત્યા કરવા મજબૂર કરનાર જવાબદારો સામે ખાટોદરા પોલીસ સ્ટેશનમાં સત્તાવાર રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી તંત્રની તપાસ કમિટીમાં રેગિંગની ચોંકાવનારી હકીકત બહાર આવતા તંત્રજ ફરિયાદી બનવા તજવીજ હાથધરી છે

ડૉ.હર્ષ પંડયાના પિતા અને નિવૃત્ત ધનસુરા સીએચસી સુપ્રિટેન્ડેન્ટ અને સર્જન ડૉ.સુભાષ પંડ્યાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હર્ષે ઘણીવાર સિનિયરોના રેગિંગ વિશે ફોન પર વાત કરી હતી અને આ સમસ્યા અમે અમારી રીતે ટેકલ કરી લઈશું એવું જણાવતો હતો.સરકારે રેગિંગનો કાયદો બનાવ્યો તો છે પરંતુ તેની વાસ્તવિક અમલવારી કેટલી થઈ રહી છે તે ખુબજ અગત્યનું છે હું પણ તબીબી અભ્યાસ કરી ચુક્યો છું રેગિંગ મોટાભાગની કોલેજોમાં કરવામાં આવી રહ્યું છે રેગિંગના કાયદાની સખ્ત અમલવારી કરવામાં આવે તોજ રેગિંગની ઘટના અટકી શકે નહિતો પાછલા બારણે કોલેજમોમાં ચાલતા રેગિંગથી અન્ય કોઈ માતા પિતાએ પોતાના વ્હાલસોયા સંતાનને ગુમાવાનો વારો ન આવે તેની તકેદારી સરકારે રાખવી જોઈએનું જણાવ્યું હતું

Back to top button
error: Content is protected !!