GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી વન વિભાગ દ્વારા “વિશ્વ સિંહ દિવસ – ૨૦૨૬” ઉજવણી કરાઈ

MORBI:મોરબી વન વિભાગ દ્વારા “વિશ્વ સિંહ દિવસ – ૨૦૨૬” ઉજવણી કરાઈ

જિલ્લાઓ વિવિધ શાળા માં વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

ગુજરાતના ગૌરવ એવા સિંહ અનેતમામ વન્યપ્રાણીઓની સાથે તેમના સંરક્ષણ અને સંવર્ધન ની સાથે તેમના અસ્તિત્વ વિશે લોકોમાં જાગૃતિ આવે તે માટે વન વિભાગ દ્વારા રાજ્યમાં વર્ષ ૨૦૧૬ થી દર વર્ષે ૧૦ ઓગસ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવે છે. જેના ભાગરૂપે મોરબીમાં નાયબ વન સંરક્ષકશ્રી ડો. સુનિલકુમાર બેરવાલ ની અધ્યક્ષતામાં વિશ્વ સિંહ દિવસ નો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો

ઉમા વિદ્યા સંકુલ સહિત મોરબીની વિવિધ શાળાઓમાં વન વિભાગના અધિકારી અને કર્મચારીઓ ની હાજરીમાં અંદાજિત ૫૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.

 

જેમાં વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓમાં વન્યજીવ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અને સંવેદનશીલતા આવે તે હેતુથી ચિત્ર સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા, નિબંધ સ્પર્ધા, જેવી વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું . સિંહના માસ્ક પહેરી વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ રેલી કાઢવામાં આવી હતી તેમજ વન્ય પ્રાણીઓ વિશે પ્રાથમિક સમજ અને વન્ય પ્રાણીઓ નું મહત્વ દરેક વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું હતું. ઉપરાંત વૃક્ષ વાવી તેનું જતન કરવા અંગે વિદ્યાર્થીઓ ને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોરબી વન વિભાગના અધિકારીશ્રીઓ કર્મચારીશ્રીઓ અને શાળાના આચાર્ય, શિક્ષકો અને વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવી હતી.

Back to top button
error: Content is protected !!