નેત્રંગ-ડેડિયાપાડા રોડ પર થવા ચેકપોસ્ટ ખાતે પોલીસને જોઈ બુટલેગર મોપેડ મૂકી ફરાર: રૂ. ૧૪,૪૦૦/=નો દારૂ ઝડપાયો

બ્રિજેશ પટેલ, ભરૂચ

પત્રકાર પ્રતિનિધિ

નેત્રંગ પોલીસે નેત્રંગ-ડેડિયાપાડા રોડ પર થવા ચેકપોસ્ટ નજીક મોપેડ પરથી ઇગલીંશ દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસને જોઈ બુટલેગર મોપેડ મૂકીને ફરાર થઈ ગયો હતો.

નેત્રંગ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તા.૧૦ના રોજ પ્રોહિબિશન અને જુગારની વોચ તપાસમાં ખાનગી વાહનમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન બાતમીદાર મારફતે ચોક્કસ માહિતી મળી હતી કે કોયલીમાંડવી ગામનો બુટલેગર વિનય શિરીષ પટેલ મોપેડ નં. GJ-16-DE-8802માં ડેડિયાપાડા તરફથી ઇંગ્લિશ દારૂનો જથ્થો લઈને આવી રહ્યો છે.

બાતમીના આધારે પોલીસે થવા ચેકપોસ્ટ ખાતે વોચ ગોઠવી હતી. તે સમયે ઉક્ત નંબરનું મોપેડ આવતા જ તેનો ચાલક પોલીસને જોઈ જતાં મોપેડ ફેંકીને ચકમો આપી ફરાર થઈ ગયો હતો.

પોલીસે મોપેડની તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની બોટલો નંગ-૯૬ કિં. રૂ.૧૪,૪૦૦/=નો મુદ્દામાલ મળી આવ્યો હતો. જેને પોલીસે જપ્ત કર્યો હતો.

પોલીસને ચકમો આપી ફરાર થયેલ બુટલેગર વિનય શિરીષ પટેલ રહે. કોયલીમાંડવી, તા. નેત્રંગ, જિ. ભરૂચને વોન્ટેડ જાહેર કરી તેના વિરુદ્ધ નેત્રંગ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!