BANASKANTHAGUJARATKANKREJ

     આરોગ્ય ક્ષેત્રે તમામ સુવિધાઓ સુદ્રઢ ધરાવતી અને ગુજરાતમાં એકમાત્ર લક્ષ્ય અને NQAS પ્રમાણ પત્ર મેળવનાર રાજ્યની એકમાત્ર થરા રેફરલ હોસ્પિટલ બની

     આરોગ્ય ક્ષેત્રે તમામ સુવિધાઓ સુદ્રઢ ધરાવતી અને ગુજરાતમાં એકમાત્ર લક્ષ્ય અને NQAS પ્રમાણ પત્ર મેળવનાર રાજ્યની એકમાત્ર થરા રેફરલ હોસ્પિટલ બની

આરોગ્ય ક્ષેત્રે તમામ સુવિધાઓ સુદ્રઢ ધરાવતી અને ગુજરાતમાં એકમાત્ર લક્ષ્ય અને NQAS પ્રમાણ પત્ર મેળવનાર રાજ્યની એકમાત્ર થરા રેફરલ હોસ્પિટલ બની

ઓગડ તાલુકા ના મુખ્ય મથક થરા ખાતે આવેલી શ્રી જે.વી. શાહ રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્ર એ NQAS નેશનલ લેવલે સર્ટિફિકેટ મેળવ્યા બાદ,ઉત્તમ, ત્વરિત અને ગુણવત્તાસભર આરોગ્ય સેવાઓ માટે કેન્દ્ર ના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત રાજ્યમાં એક માત્ર થરાની સરકારી હોસ્પિટલ ને  સતત બીજી વાર ‘LaQshya’ નેશનલ લેવલ સર્ટિફિકેટ આપી ઉત્તમ આરોગ્ય સેવા ની મહોર મારી છે અને રાજ્યની અન્ય સરકારી હોસ્પિટલોને આરોગ્યની વિશેષ કાળજી રાખી દર્દીઓ માટે આશીર્વાદ રૂપ બની રાજ્યમાં આવેલી અન્ય હોસ્પિટલોને પ્રેરણા પૂરી પાડી છે.અત્યાર સુધી આ હોસ્પિટલમાં વર્ષ-૨૦૨૫/૨૬ માં ૧૫૦૦ જેટલા મેઝર અને માયનોર ઓપરેશન કરાયા છે. ૧૮૦૦ પ્રસુતિ અને ૮૧ હજાર થી વધુ OPD નોંધાઈ છે. હોસ્પિટલમાં આવતા દર્દીઓએ પણ સરકારની આ સેવાથી સંતોષ વ્યક્ત કર્યો હતો.આ અંગે હોસ્પિટલ ના અધિક્ષક ડૉ.ભરતભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આખા દેશમાં ટોટલ ૩૩ CHC નેજ NQAS નો એવોર્ડ મળેલ છે જેમાં ૧૭ CHC તો ફક્ત કેરલ રાજ્યની છે.તો એવરેજ એટલે કે ૨૮ ભારતના રાજ્યો અને ૮ કેન્દ્રશાસિત પ્રદેશ વચ્ચે ફક્ત ૧૬ એવોર્ડ જ મળેલા ગણાય એટલે બે રાજ્ય વચ્ચે એવરેજ ૧ એવોર્ડ કહેવાય એવી રીતે ગુજરાતમાં ફક્ત એક અને એક માત્ર થરા CHCને આ NQAS નો એવોર્ડ મળેલ છે. તેની અમને ખુશી છે.ડૉ. અંસારી,ડૉ.અશોકભાઈ ગૌસ્વામી, ડૉ.મિલનભાઈ દરજી,નર્સિંગ ઈન્ચાર્જ રમીલાબેન પટેલ,સોનલબેન ડાભાણી,શ્રુતિ પ્રજાપતિ, પાયલબેન ચૌધરી ચાંગા, ડિમ્પલ જોષી,ઉર્મિલા ચૌધરી,હની નાઈ સહીત નર્સિંગ સ્ટાફ સહીત વહીવટ વિભાગ હેડ ક્લાર્ક મનીષ પ્રજાપતિ,હસમુખભાઈ જોષી,મનુભાઈ જોષી, દિલીપભાઈ જોષી માંડલા, ઉંમરભાઈ પીલુડિયા, સમરથખાન ખોખર,ધાર્મિક ચૌધરી તથા તમામ વર્ગ ૪ નો હોસ્પિટલ નો સ્ટાફ પરિવાર ખડેપગે રહી સેવા બજાવી રહ્યો છે તેનો અતિ આનંદ છે.
નટવર કે.પ્રજાપતિ,થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!