BANASKANTHAGUJARATKANKREJ

ઓગડ તાલુકાના થરામાં દશામાના વ્રતને લઈ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી

આજથી દિવાસાના પવિત્ર દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ

ઓગડ તાલુકાના થરામાં દશામાના વ્રતને લઈ શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી

આજથી દિવાસાના પવિત્ર દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ

ઓગડ તાલુકાના મુખ્ય મથક થરા ખાતે દશામાના વ્રતને લઈ ને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દિવાસા ના પવિત્ર દિવસથી દશામાના વ્રતનો પ્રારંભ થતો હોવાથી વ્રતધારીઓ દ્વારા માતાજીની મૂર્તિ,પૂજાપો તથા વ્રત માટે જરૂરી સામગ્રીની ખરીદી શરૂ કરવામાં આવી છે.દશામાના વ્રત નિમિત્તે થરાના બજારોમાં સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ખાસ કરીને માતાજીની મૂર્તિ, પૂજાની સામગ્રી,શ્રૃંગારની વસ્તુઓ સહિતની ચીજ વસ્તુઓ ની ખરીદી માટે દુકાનો પર ભારે ભીડ જોવા મળી હતી.વ્રતના પ્રારંભ સાથે સમગ્ર થરા શહેરમાં ‘જય દશામા’ના જયઘોષ સાથે ભક્તિમય વાતાવરણ સર્જાયું છે.આગામી દિવસોમાં પણ દશામાના વ્રતને લઈને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ માતાજી ની પૂજા-અર્ચના કરશે.
નટવર કે. પ્રજાપતિ, થરા
મો. 99795 21530

Back to top button
error: Content is protected !!