પંચમહાલમાં વિજિલન્સ પોલીસના દરોડા,પાવાગઢ તળેટીમાંથી ₹૩.૭૧ લાખનો વિદેશી દારૂ ઝડપાયો, કુલ ₹૮.૦૭ લાખનો મુદ્દામાલ જપ્ત

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૧.૮.૨૦૨૬
સ્ટેટ મોનિટરીંગ સેલ ગાંધીનગર ની ટીમે બાતમીના આધારે વાંદરડા ગામ તરફના ડુંગરવાળા રસ્તેથી ફોર વીલ ગાડીમાં વિદેશી દારૂ નો જથ્થો ભરી સિંગપુર ચોકડી થઇ પાવાગઢ તરફ આવી રહી હોવાની બાતમીના આધારે છાપો મારતા એક ઈક્કો ગાડી, પાઈલોટિંગ કરતી બાઈક અને ૩.૭૧ લાખનો વિદેશી દારૂ સાથે કુલ રૂપિયા ૮,૦૭,૧૨૩ /- ના મુદ્દા માલ સાથે એક ને ઝડપી પાડી કુલ સાત આરોપીઓ સામે પાવાગઢ પોલીસ મથકે પ્રોહિબિશન નો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.પોલીસ સૂત્રો ધ્વારા પ્રાપ્ત માહિતી મુજબ ગાંધીનગરના સ્ટેટ મોનિટરીંગ સેલની ટીમ ગત રોજ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ તળેટીમાં ચાંપાનેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી.દરમ્યાન તેમના અધિકારીને પાક્કી બાતમી મળી હતી કે વાંદરડા ગામ તરફના ડુંગરવાળા રસ્તેથી મારુતિ સુઝુકી ઈક્કો ફોર વીલ ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો ભરી સિંગાપુર ચોકડી થઇ પાવાગઢ તરફ આવી રહ્યો છે જે બાતમીના આધારે પોલીસે વોચ ગોઢવી હતી.દરમ્યાન રાત્રીના સવાત્રણ વાગ્યાના સમય સમય ગાળામાં એક ગાડી આવતી હતી તેની આગળ એક બાઈક પર બે ઈસમો સવાર હતા તેઓએ પોલીસ જોઈ બાઈક મૂકી પોલીસ છે તેમ બૂમ પાડી ભાગ્યા હતા જેથી ઈક્કો ગાડી ચાલાક પણ ગાડી મૂકી ભાગ્યો હતો પોલીસે તેમનો પીછો કરતા બાઇક ચાલક ઈસમ ઝડપાઇ ગયેલ તેનું નામ પૂછતાં વિક્રમભાઈ ઉર્ફે ભાયો દર્શનભાઈ બામણીયા ( રાઠવા ) જણાવેલ ગાડીમાં જોતા રૂપિયા ૩,૭૧,૪૦૩/- નો જુદી જુદી બ્રાન્ડ નો દારૂ તથા બિયર ના ટીન માળી આવતા ઝડપાઇ ગયેલ વિક્રમભાઈ ઉર્ફે ભાયો દર્શનભાઈ બામણીયા ( રાઠવા ) રહે અંધારકાચ તા. કઠેવાડા જી અલીરાજપુર એમ પી તેનાજ માલ મંગાવનાર મોહસીન મુસ્તાક શેખ રહે મોંઘાવાડા પાવાગઢ રોડ હાલોલ,મહોબતસિંહ જસવંતસિંહ ચૌહાણ રહે કોટામહિડા તા. હાલોલ,જાડાભાઈ ઉર્ફે હિતેષભાઇ જશવંતભાઈ રાઠોડ રહે. ચાંચડીયા તા હાલોલ તેમજ માલ મોકલનાર કાંગુ દેવસિંહ બામણીયા અને બાઈક પર થી ભાગી છૂટેલ પ્રકાશભાઈ નરેશભાઈ રાઠવા બંને રહે. અંધારકાચ તા.કઠેવાડા જી અલીરાજપુર એમ પી અને ગાડી ની ચાલક આમ કુલ સાત આરોપીઓ સામે પાવાગઢ પોલીસ મથકે પ્રોહિબિશન નો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.







