MORBI:મોરબી – રાજકોટ હાઈવે અત્યંત બિસ્માર: વિરપર (મચ્છુ) ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર લેખિતમાં રજૂઆત:બેદરકારો સામે તપાસની માંગ

MORBI:મોરબી – રાજકોટ હાઈવે અત્યંત બિસ્માર: વિરપર (મચ્છુ) ગ્રામ પંચાયત દ્વારા કલેક્ટર લેખિતમાં રજૂઆત:બેદરકારો સામે તપાસની માંગ
મોરબી-રાજકોટ હાઈવે બન્યો મરણચીચિયારીઓનો માર્ગ: સરકારી ભ્રષ્ટાચાર અને તંત્રની ઘોર લાપરવાઈ સામે જનઆક્રોશ
મોરબી જિલ્લા ભાજપના ઉપપ્રમુખ તેમજ વિરપર (મચ્છુ) ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ લવજીભાઈ લીખીયા પોતે જવાબદાર પ્રતિનિધિ હોવા છતાં,તાલુકા સંકલનની બેઠકોમાં અનેક વખત રજૂઆતો કરવામાં આવી છતાં અધિકારીઓ તેમની રજૂઆતોને પણ ગણકારતા ન હોવાનો ગંભીર કિસ્સો સામે આવ્યો છે.
મોરબી-રાજકોટ હાઈવે પરથી ડામર સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો છે અને માત્ર જીવલેણ ખાડાઓ જ બાકી રહ્યા છે. રસ્તાની બિસ્માર હાલતને કારણે દરરોજ અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને નિર્દોષ વાહનચાલકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આટલી ગંભીર પરિસ્થિતિ હોવા છતાં જવાબદાર તંત્ર આંખ આડા કાન કરીને ઘોર નિદ્રામાં સોઈ રહ્યું હોય તેવો ઘાટ સર્જાયો છે.તંત્રની ઉપેક્ષા સામે વિરપર (મચ્છુ) ગ્રામ પંચાયત દ્વારા મોરબી જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.
વિરપર (મચ્છુ) ગ્રામ પંચાયતના સરપંચશ્રી મહેશભાઈ લવજીભાઈ લીખીયા દ્વારા કલેક્ટરશ્રીને પાઠવેલા પત્રમાં જણાવ્યા મુજબ: હાઈવે પર ડામર ગાયબ થઈ ગયો છે અને માત્ર મોટા ખાડાઓ જ બાકી રહ્યા છે, જેના કારણે વારંવાર અકસ્માતોની ઘટનાઓ બની રહી છે.: તાલુકા સંકલનની બેઠકમાં અનેક વખત રજૂઆતો કરવા છતાં આ પ્રશ્નનું કોઈ જ નિરાકરણ લાવવામાં આવ્યું નથી: આ રોડ બન્યો ત્યારથી જનતા માટે ક્યારેય સુવિધાસભર રહ્યો નથી. રોડ નિર્માણમાં જે પણ અધિકારીઓ કે કોન્ટ્રાક્ટરની બેદરકારી હોય તેમની સામે તટસ્થ તપાસ કરી યોગ્ય પગલાં ભરવામાં આવે જેથી સરકારી નાણાંનો દુરુપયોગ અટકે.
બિજી બાજું ગ્રામ પંચાયત અને સ્થાનિકોએ આક્રોશપૂર્વક માંગ કરી છે કે આ રોડના નિર્માણમાં સામેલ તમામ ભ્રષ્ટ અધિકારીઓ અને લોભી કોન્ટ્રાક્ટરો સામે સત્વરે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે,ગ્રામ પંચાયતે માંગ કરી છે કે પ્રજાજનોના હિતમાં અને અકસ્માતો અટકાવવા માટે મોરબી-રાજકોટ હાઈવેનું તાકીદે રીપેરિંગ કામ કરવામાં આવે.જો સત્વરે આ રોડનું યોગ્ય નિર્માણ નહીં કરાય, તો આવનારા દિવસોમાં લોકરોષ ફાટી નીકળશે અને ઉગ્ર આંદોલન કરવામાં આવશે.












