દાહોદ શહેરમાં દિવાસાના પર્વ નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ,દશામાં ના આગમનની તડામાર તૈયારીઓ

તા.૧૨.૦૮.૨૦૨૬
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી 
Dahod:દાહોદ શહેરમાં દિવાસાના પર્વ નિમિત્તે ભક્તિનો અનોખો માહોલ,દશામાના આગમનની તડામાર તૈયારીઓ ભક્તિનો માહોલ પવિત્ર દિવાસાના પર્વને લઈને આજે દાહોદ શહેર અને લીમખેડા પંથકમાં ચારેય તરફ ભક્તિમય વાતાવરણ જોવા મળી રહ્યું છે.બજારમાં ભારે ભીડ દશામાની મૂર્તિ ખરીદવા માટે વહેલી સવારથી જ બજારોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી પડી છે.મનમોહક મૂર્તિઓ બજારમાં વિવિધ મુદ્રા અને અદભુત શણગાર સાથેની માતાજીની મનમોહક મૂર્તિઓ ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બની છે.પરિવાર સાથે ખરીદી મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે બજારમાં પહોંચીને માતાજીની મૂર્તિ, ચુંદડી અને પૂજા-શણગારની સામગ્રીની ઉત્સાહભેર ખરીદી કરી રહ્યા છે.શ્રદ્ધાપૂર્વક સ્થાપના: ભક્તો આજે પરંપરાગત રીત-રિવાજ અને પૂર્ણ શ્રદ્ધા સાથે પોતાના ઘરે દશામાની મૂર્તિની સ્થાપના કરશે.૧૦ દિવસ આરાધના આજથી શરૂ કરીને આગામી દસ દિવસ સુધી ભક્તો દ્વારા માતાજીની વિશેષ સેવા, પૂજા અને ભાવપૂર્વક આરાધના કરવામાં આવશે.મૂર્તિ વિસર્જન: દસ દિવસના ભક્તિભાવ બાદ, દસમા દિવસે વહેલી સવારે દશામાની મૂર્તિનું પવિત્ર જળાશયોમાં શ્રદ્ધાભેર વિસર્જન કરવામાં આવશે.




