જૂનાગઢમાં શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ એસ.ઈ.ટી. મહિલા કોલેજ ખાતે પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરાયું
જૂનાગઢમાં શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ એસ.ઈ.ટી. મહિલા કોલેજ ખાતે પ્લેસમેન્ટ ડ્રાઇવનું આયોજન કરાયું

શ્રી સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટ એસ.ઈ.ટી. મહિલા આર્ટસ, કોમર્સ, બી.બી.એ., બી.સી.એ. એન્ડ સાયન્સ કોલેજ, જૂનાગઢના ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી દ્વારા વિદ્યાર્થીઓને રોજગારની ઉત્તમ તકો પૂરી પાડવાના હેતુથી GVK EMRI Green Health Services ના સહયોગથી પ્લેસમેન્ટ ડ્રાઇવ અંતર્ગત કેમ્પસ ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પસ ઇન્ટરવ્યૂમાં લેબર કાઉન્સેલર પદ માટે વિદ્યાર્થીઓની પસંદગી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં ઇન્ટરવ્યૂ પેનલમાં શ્રી સમીર રાવલ – પ્રોજેક્ટ મેનેજર, GVK Green, શ્રી જયેન્દ્ર સોલંકી – સુપરવાઇઝર, શ્રી ચંદ્રકાંત રામાણી – મેડિકલ ઓફિસર તથા શ્રી યશપાલ રાયજાદા – PMD ઉપસ્થિત રહ્યા હતા. આ પ્લેસમેન્ટ ડ્રાઇવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ઇન્ટરવ્યૂ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ કુલ ૧૬ વિદ્યાર્થીઓની પ્લેસમેન્ટ માટે પસંદગી કરવામાં આવી હતી. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને તાલીમ આપવામાં આવશે અને ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ અંદાજિત રૂ.૧૫,૦૦૦/- માસિક પગાર સાથે કાયમી નિમણૂક આપવામાં આવશે. આ સિદ્ધિથી કોલેજના ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજી તથા સમગ્ર કોલેજ પરિવારમાં આનંદ અને ગૌરવની લાગણી પ્રસરી હતી. કાર્યક્રમના આયોજન અને સફળ સંચાલન માટે ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીના હેડ ડૉ. વિજય નંદાણીયા, સ્ટાફ સભ્યો ડૉ.મનીષા ભાટુ, પ્રો.ચાંદની ખાણધર, પ્રિન્સિપાલ ડૉ.હાર્દિક ભટ્ટ દ્વારા વિશેષ જહેમત ઉઠાવવામાં આવી હતી. અત્રેની કોલેજ દ્વારા વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે રોજગારલક્ષી તકો અને કારકિર્દી વિકાસ માટે સતત માર્ગદર્શન તથા પ્લેસમેન્ટની તકો પૂરી પાડવામાં આવી રહી છે. ૧૬ વિદ્યાર્થીઓની પસંદગી એ ડિપાર્ટમેન્ટ ઓફ સાયકોલોજીની શૈક્ષણિક અને કારકિર્દીલક્ષી પ્રવૃત્તિઓની સફળતાનું પ્રતિબિંબ છે. આ તકે કોલેજ પરિવાર દ્વારા તમામ ૧૬ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને હાર્દિક અભિનંદન તથા તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





