
જૂનાગઢ જિલ્લાના યુવાઓને રોજગાર અને કારકિર્દીને લગત માર્ગદર્શન મળી રહે તે માટે જિલ્લા રોજગાર કચેરી સતત કાર્યરત રહે છે. ત્યાં યુવાઓ સ્વ નોંધણી થકી રોજગાર કચેરીની જુદી-જુદી સેવાઓ મેળવી શકે છે. જિલ્લા રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા જિલ્લાના યુવાઓ કચેરીના લાભોનો મહતમ લાભ લઈ શકે તેમજ યુવાઓના શ્રમ-શક્તિ નાણાંનો વ્યય અટકાવાના આશયથી જિલ્લાની શાળા-કોલેજો-ઔધોગિક સંસ્થાઓમાં નામ નોંધણી કેમ્પનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. જે અન્વયે શ્રી કે.એ.વણપરીયા કન્યા વિદ્યાલય કેશોદ ખાતે જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢ દ્વારા સંસ્થાના વિદ્યાર્થીઓ માટે “રોજગાર કાર્ડ એનાયત કાર્યક્રમ” અને ‘’કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર’’ યોજાયો હતો.જેમાં શૈક્ષણિક અને તાલીમી સંસ્થાઓમાં વિદ્યાર્થીઓ અને તાલીમાર્થીઓ પાસેથી દસ્તાવેજો મેળવી રોજગાર કચેરી ખાતે નામ નોંધણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં રોજગાર કાર્ડ તૈયાર થતા જે તે સંસ્થાઓમાં રોજગાર કાર્ડ વિતરણ કરવામાં આવેલ હતું. તે દરમ્યાન વિદ્યાર્થીઓના નામ નોંધણી રીન્યુઅલ અને અપડેટેશન વિષે માહિતી આપવામાં આવી હતી. તેમજ રોજગાર કચેરી જૂનાગઢ દ્વારા અમલીકૃત વિવિધ યોજનાઓ જેવી કે કારકિર્દી માર્ગદર્શન, એમ્પ્લોયમેંટ કાર્ડ રજીસ્ટ્રેશન, નિવાસી તાલીમ યોજના, આગામી માસમાં યોજાનારા વિવિધ ભરતી મેળા, પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજના, પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના, આર્મી નિવાસી તાલીમ, સ્વરોજગાર શિબિર, સેમિનાર, કાઉસેલીંગ વગેરે વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કરાયા હતા.આ નામ નોંધણી કેમ્પ માટે કચેરીના કાઉન્સેલર શ્રી વી.ટી.પાંચાલીયા અને કારકિર્દીલક્ષી માર્ગદર્શન સેમિનાર માટે શ્રી એસ.ડી.યાદવ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન જિલ્લા રોજગાર અધિકારી શ્રી ડી.એ.પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. તેમજ જિલ્લા રોજગાર કચેરી, જૂનાગઢની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ





