ઓવરઓલ ચેમ્પિયનશિપમાં ઓગડ તાલુકાની ઊણ હાઈસ્કૂલે પ્રથમ સ્થાન મેળવ્યું.
ઓવરઓલ ચેમ્પિયનશિપમાં ઓગડ તાલુકાની ઊણ હાઈસ્કૂલે પ્રથમ સ્થાન મેળવ્યું.

ઓવરઓલ ચેમ્પિયનશિપમાં ઓગડ તાલુકાની ઊણ હાઈસ્કૂલે પ્રથમ સ્થાન મેળવ્યું.
બનાસકાંઠા જિલ્લાના ઓગડ તાલુકામાં યોજાયેલી વિવિધ શાળા કક્ષાની રમત ગમત સ્પર્ધાઓનું સફળતા પૂર્વક સમાપન થયું હતું. તાલુકાની વિવિધ શાળાઓમાંથી વિશાળ સંખ્યા માં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લઈ વિવિધ રમતોમાં પોતાની રમતગમત પ્રતિભાનું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. સ્પર્ધાઓના સમાપન બાદ યોજાયેલી તાલુકા કક્ષાની ઓવરઓલ ચેમ્પિયનશિપમાં ઊણ હાઈસ્કૂલ પ્રથમ ક્રમે, રાજપુર હાઈસ્કૂલ દ્વિતીય ક્રમે અને ઓગડ વિદ્યા મંદિર થરા તૃતીય ક્રમે રહી હતી.આ પ્રસંગે તાલુકા પ્રમુખ તથા કન્વીનર પ્રકાશભાઈ દ્વારા ઓવરઓલ ચેમ્પિયનશિપમાં વિજેતા રહેલી શાળાઓને ટ્રોફી અર્પણ કરી સન્માનિત કરવામાં આવી હતી.ઊણ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક નિલેશભાઈ પટેલે ઓવરઓલ પ્રથમ સ્થાનની ટ્રોફીનો સ્વીકાર કર્યો હતો.શાળાની આ સિદ્ધિ બદલ વિદ્યાર્થીઓ, વ્યાયામ શિક્ષક,શિક્ષકગણ તથા સમગ્ર શાળા પરિવારને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.રમત ગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભા ને ઉજાગર કરવા તેમજ તેમને તાલુકા,જિલ્લા અને રાજ્ય કક્ષાએ આગળ વધવા માટે યોગ્ય તક મળે તે માટે આવી શાળા કક્ષાની રમતગમત સ્પર્ધાઓનું આયોજન મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યું છે.વિજેતા તમામ શાળાઓના વિદ્યાર્થીઓ તથા શિક્ષકોને તેમની સિદ્ધિ બદલ શુભેચ્છા ઓ પાઠવવામાં આવી હતી અને આગામી સ્પર્ધાઓમાં પણ વધુ ઉત્સાહ અને શ્રેષ્ઠ પ્રદર્શન માટે શુભકામનાઓ આપવામાં આવી હતી.
નટવર કે. પ્રજાપતિ,થરા
તા. કાંકરેજ/ઓગડ




