BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વાગરા પોલીસને નવી બોલેરો પોલીસ જીપ અર્પણ.

સમીર પટેલ, ભરૂચ

 

વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા વાગરા પોલીસ સ્ટેશનની કામગીરીને વધુ સુદૃઢ બનાવવા માટે નવી બોલેરો પોલીસ જીપ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક કચેરી ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ હરીશ જોશી, સેક્રેટરી ડો મહેશભાઈ વશી, ઇન્ડસ્ટ્રીઝમાં નિમેષભાઈ જાદવ, યોગેશભાઈ બોરોલે સહિતના વિવિધ ઔદ્યોગિક એકમોના એસોસિએશન સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ડીવાયએસપી અનિલ સિસારા ઉપસ્થિત રહ્યા હતા, તેમની સાથે વાગરા પોલીસ સ્ટેશનના પી.આઈ. એસ.એમ. ગોહિલ પણ ઉપસ્થિત રહ્યા હતા. વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્યો દ્વારા પોલીસ વિભાગને નવી બોલેરો પોલીસ જીપની ચાવી અર્પણ કરવામાં આવી હતી.

વિલાયત GIDC વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ પોલીસની પેટ્રોલિંગ અને અન્ય કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે આ વાહન ઉપયોગી સાબિત થશે.

આ સમગ્ર કાર્યક્રમ વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના સભ્ય ઉદ્યોગો દ્વારા CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) ફંડ હેઠળ આયોજિત કરવામાં આવ્યો હતો.

વિલાયત GIDC ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન દ્વારા ઔદ્યોગિક વિસ્તારના વિકાસ સાથે સામાજિક જવાબદારી નિભાવવાના હેતુથી કરવામાં આવેલી આ પહેલને ઉપસ્થિત મહાનુભાવોએ આવકારી હતી…

Back to top button
error: Content is protected !!