BANASKANTHADEODARGUJARAT

દિયોદર સરકારી વીજ જોડાણ માંથી ચાર્જર લગાવી ઇલેક્ટ્રિક કાર ચાર્જ : ટીડીઓ એ આપ્યા તપાસ ના આદેશ

લ્યો બોલો : તા પંચાયતમાં સરકારી વીજળીનો ખાનગી ઉપયોગ કોની મંજૂરી ?

દિયોદર સરકારી વીજ જોડાણ માંથી ચાર્જર લગાવી ઇલેક્ટ્રિક કાર ચાર્જ : ટીડીઓ એ આપ્યા તપાસ ના આદેશ

પ્રતિનિધિ : દિયોદર. અહેવાલ કલ્પેશ બારોટ

•તલાટી ક્રમ મંત્રીએ સરકારી વીજળીનો ખાનગી વાહન માટે ઉપયોગ કર્યો હોવાનું ખુલ્યું

•કોંગ્રેસના તાલુકા પંચાયતના પ્રમુખ પ્રભાતબા વાઘેલા ની ચેમ્બર માંથી થઈ રહી છે ઇ કાર ચાર્જ શું જવાબદાર અધિકારીઓને ખબર નથી ??

દિયોદર તાલુકા પંચાયત કચેરી માંથી એક ચોંકાવનાર વિડીયો સામે આવ્યો છે જેમાં કોંગ્રેસ ના તાલુકા પંચાયત પ્રમુખ ની જાણ બહાર તેમના ચેમ્બર માંથી ઇ કાર ગાડીઓનું ચાર્જિંગ કરી સરકારી વીજળીનો દૂર ઉપયોગ કરવામાં આવતું હોવાનું બહાર આવતા જવાબદાર તાલુકા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા છે ? શું ચેમ્બર માંથી પ્રમુખ ની જાણ બહાર કોઈ તલાટી ક્રમ મંત્રી સરકારી વીજળી નો દૂર ઉપયોગ કરી શકે ? શું તા પંચાયત પ્રમુખ આ બાબતે કોઈ યોગ્ય પગલાં ભરશે ખરી તેવા અનેક સવાલો હાલ ઉઠ્યા છે

દિયોદર તાલુકા પંચાયત કચેરી માં ઘણા સમય થી અંધેરી નગરી જેવો વહીવટી ચાલતો હોવાનું ચર્ચાસ્પદ છે જ્યાં હવે તલાટી ક્રમ મંત્રીઓ સરકારી વીજળી નો સદ ઉપયોગ કરવાના બદલે દૂર ઉપયોગ કરી રહ્યા છે તાલુકા પંચાયત માં પ્રમુખ ના ચેમ્બર માંથી ઇ કાર ગાડી નું ચાર્જિંગ કરી સરકારી વીજળી નો દૂર ઉપયોગ થતો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા હડકંપ મચી જવા પામ્યો હતો મીડિયાને ધ્યાને આવતા મીડિયા કર્મીઓ એ તાલુકા વિકાસ અધિકારીને ધ્યાન દોરતા તાલુકા વિકાસ અધિકારી એ તત્કાલિત ધોરણે ઇ કાર ગાડીનું ચાર્જર હટાવ્યું હતું અને તલાટી ક્રમ મંત્રી સામે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા

Back to top button
error: Content is protected !!