HALVAD:હળવદના કવાડિયા ગામે ખુલ્લામાં જુગાર રમતા ૫ ઈસમો રોકડ સાથે ઝડપાયા

HALVAD:હળવદના કવાડિયા ગામે ખુલ્લામાં જુગાર રમતા ૫ ઈસમો રોકડ સાથે ઝડપાયા
હળવદ તાલુકાના કવાડિયા ગામે ડેમ પાટી તરીકે ઓળખાતી સીમમાં જાહેરમાં તીનપત્તીનો જુગાર રમી રહેલા પાંચ ઈસમોને હળવદ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ઝડપી પાડ્યા છે. પોલીસે સ્થળ પરથી રૂ. ૧૫,૭૦૦ની રોકડ રકમ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, હળવદ તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે કવાડિયા ગામની સીમમાં આવેલ ચંદુ કાનજીની વાડીના શેઢે કેટલાક ઈસમો એકઠા થઈને પૈસાની હાર-જીતનો જુગાર રમી રહ્યા છે. બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા સ્થળ પરથી પાંચ જુગારીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા.
ઝડપાયેલા આરોપીઓ ૧. અરવિંદભાઈ બચુભાઈ મહાલિયા (રહે. કવાડિયા)૨. લાલજીભાઈ દેવશીભાઇ રાતૈયા (રહે. કવાડિયા) ૩. સંજયભાઈ ધનજીભાઈ ચારોલા (રહે. કવાડિયા) ૪. નવઘણભાઈ રણછોડભાઈ ચારોલા (રહે. કવાડિયા) ૫. સમરતભાઈ ઘનશ્યામભાઈ શિહોરા (રહે. કવાડિયા) પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી કુલ રૂપિયા ૧૫,૭૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને તમામ વિરુદ્ધ જુગારધારાની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.









