GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીના કાલિકા પ્લોટ નજીકથી વિદેશી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ

MORBI:મોરબીના કાલિકા પ્લોટ નજીકથી દારૂ ભરેલી રિક્ષા ઝડપાઈ

મોરબી: મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં નર્મદા હોલ પાસેથી સિટી એ ડિવિઝન પોલીસે વિદેશી દારૂની હેરાફેરી કરતી એક સીએનજી રિક્ષા ઝડપી પાડી છે. પોલીસને જોઈને આરોપીઓ દારૂનો જથ્થો અને રિક્ષા મૂકીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યા હતા. પોલીસે રિક્ષા અને દારૂ સહિત રૂ. ૭૬,૨૫૦નો મુદ્દામાલ કબજે કરી બંને ઇસમો વિરૂદ્ધ ગુનો નોંધી શોધખોળ હાથ ધરી છે.

મોરબી સિટી એ ડિવિઝન પોલીસની ટીમ નાઇટ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન કાલિકા પ્લોટ, નર્મદા હોલ પાસેથી શંકાસ્પદ હાલતમાં પસાર થતી સીએનજી રિક્ષા (નંબર GJ-36-W-2606)ને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પોલીસને જોઈને રિક્ષા ચાલક તેમજ તેમાં સવાર અન્ય એક ઇસમ રિક્ષા રસ્તા પર જ મૂકીને ગલી-કૂંચીઓમાં ભાગી ગયા હતા.

જપ્ત કરાયેલ મુદ્દામાલ વિદેશી દારૂ: ૭૦ બોટલ (કિંમત રૂ. ૨૬,૨૫૦) સીએનજી રિક્ષા: ૧ નંગ (કિંમત રૂ. ૫૦,૦૦૦) કુલ મુદ્દામાલ: રૂ. ૭૬,૨૫૦ પોલીસ કાર્યવાહી પોલીસે નાસી છૂટેલા આરોપી રોહિત જીવણદાસ દુધરેજીયા (રહે. કાલિકા પ્લોટ, મોરબી) તથા અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની અટકાયત કરવા ચક્રો ગતિમાન કર્યા છે.

Back to top button
error: Content is protected !!