GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મોરબી ગૌરક્ષકોનું મોટું ઓપરેશન: કતલખાને ધકેલાતા 4 અબોલ જીવ બચાવાયા

MORBI:શ્રાવણ માસના પ્રથમ દિવસે જ મોરબી ગૌરક્ષકોનું મોટું ઓપરેશન: કતલખાને ધકેલાતા 4 અબોલ જીવ બચાવાયા

હિન્દુ સમાજના પવિત્ર શ્રાવણ મહિનાના પ્રારંભે જ વહેલી સવારે કચ્છથી અમદાવાદ કતલખાને લઈ જવાતા અબોલ પશુઓને મોરબી ગૌરક્ષકો અને પોલીસની ટીમે સમયસૂચકતા વાપરી બચાવી લીધા છે.

મળતી માહિતી મુજબ, તા. 13/08/2026ના રોજ વહેલી સવારે કચ્છ બાજુથી માળીયા થઈને અમદાવાદ તરફ એક બોલેરો પીકઅપ ગાડી (નંબર: GJ 12 CT 8399)માં ક્રૂરતાપૂર્વક ભેંસ અને તેના પાડાને કતલખાને લઈ જવામાં આવી રહ્યા હોવાની ચોક્કસ બાતમી મળી હતી. બાતમીના આધારે ગૌરક્ષકોએ માળીયા નજીક વોચ ગોઠવી હતી.

બાતમી વાળી ગાડી આવતા જ ગૌરક્ષકોએ તુરંત મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. ત્યારબાદ પોલીસ અને ગૌરક્ષકોના સંયુક્ત ઓપરેશન દ્વારા અણીયાળી ચોકડી નજીક ગાડીને રોકીને તપાસ કરતા, તેમાં ઘાસ-પાણી કે કોઈ પાસ-પરમિટ વગર અત્યંત ક્રૂરતાપૂર્વક હલનચલન પણ ન થઈ શકે તે રીતે 4 અબોલ જીવ ભરેલા મળી આવ્યા હતા.ડ્રાઈવરની પ્રાથમિક પૂછપરછમાં આ પશુઓને કચ્છથી અમદાવાદ ખાતે કતલ કરવા માટે લઈ જવાતા હોવાનું ખુલ્યું હતું. પોલીસે ડ્રાઈવર અને તેની સાથે બેઠેલા અન્ય એક ઈસમની અટકાયત કરી, ગાડી તથા પશુઓને મોરબી તાલુકા પોલીસ સ્ટેશને લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ સફળ કામગીરીમાં મોરબી વિશ્વ હિન્દુ પરિષદ-બજરંગ દળ, અખિલ વિશ્વ ગૌ સંવર્ધન પરિષદ (દિલ્હી), રાષ્ટ્રીય સનાતન સેના (રાજકોટ), હિન્દુ યુવા વાહિની, તેમજ મોરબી, ચોટીલા, લીમડી અને રાજકોટના ગૌરક્ષકોએ સાથે મળીને મહત્વનું યોગદાન આપ્યું હતું.

Back to top button
error: Content is protected !!