CHOTILAGUJARATSURENDRANAGARSURENDRANAGAR CITY / TALUKO

ચોટીલા ખાતે 80મા સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી માટે આખરી રિહર્સલ યોજાયું: વહીવટી તંત્ર સજ્જ

જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઝીણવટભર્યું નિરીક્ષણ

તા.13/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર

જિલ્લા કલેક્ટર જી. એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું ઝીણવટભર્યું નિરીક્ષણ

સુરેન્દ્રનગર જિલ્લા કક્ષાના ૮૦મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી આ વર્ષે ચોટીલા ખાતે આયોજિત કરવામાં આવી છે. આ રાષ્ટ્રીય પર્વની તૈયારીઓને આખરી ઓપ આપવા માટે આજરોજ ૧૩ ઓગસ્ટના રોજ જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીના માર્ગદર્શન હેઠળ ચોટીલા ખાતે કાર્યક્રમનું સફળ રિહર્સલ યોજાયું હતું. આ મુખ્ય કાર્યક્રમ જિલ્લા પ્રભારી મંત્રી દર્શનાબેન વાઘેલાના અધ્યક્ષસ્થાને યોજાશે, જેને લઈને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. રિહર્સલ દરમિયાન ધ્વજવંદન કરી રાષ્ટ્રધ્વજને સલામી આપવામાં આવી હતી. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસના જવાનો દ્વારા અનુશાસનબદ્ધ પરેડ રજૂ કરવામાં આવી હતી. આ પ્રસંગે દેશભક્તિ સભર વિવિધ મનમોહક સાંસ્કૃતિક કૃતિઓ પણ રજૂ કરવામાં આવી હતી. જિલ્લા કલેક્ટર જી.એચ. સોલંકીએ કાર્યક્રમ સ્થળની તમામ વ્યવસ્થાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. તેમણે સ્ટેજ પરની બેઠક વ્યવસ્થા, નાગરિકો માટે પીવાના પાણીની સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, સાંસ્કૃતિક પ્રસ્તુતિ અને વિવિધ વિભાગોના ટેબ્લોના નિદર્શન અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી દિશા-નિર્દેશો આપ્યા હતા. આ રિહર્સલ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી કે.એસ. યાજ્ઞિક, જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું, નિવાસી અધિક કલેક્ટર વી.ડી. સાકરીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક ભાવેશ દવે, ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણા સહિત વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!