MEHSANAVIJAPUR

વિજાપુરમાં દેશભક્તિના રંગે રંગાઈ તિરંગા યાત્રા સરદાર પબ્લિક સ્કૂલથી નીકળેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

વિજાપુરમાં દેશભક્તિના રંગે રંગાઈ તિરંગા યાત્રા
સરદાર પબ્લિક સ્કૂલથી નીકળેલી તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા

વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી

વિજાપુર ભારતીય જનતા પાર્ટી, દ્વારા આયોજિત તિરંગા યાત્રા–૨૦૨૬નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સરદાર પબ્લિક સ્કૂલથી ધારાસભ્ય સી.જે. ચાવડા દ્વારા તિરંગો લહેરાવી યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દેશભક્તિ અને રાષ્ટ્રગૌરવની ભાવના સાથે યોજાયેલી આ યાત્રામાં ભાજપના કાર્યકરો, વિવિધ સંગઠનોના હોદ્દેદારો, શાળાના વિદ્યાર્થીઓ, યુવક-યુવતીઓ સહિત મોટી સંખ્યામાં શહેરીજનો જોડાયા હતા.‘ભારત માતા કી જય’ના નાદ સાથે તિરંગા યાત્રા સરદાર પબ્લિક સ્કૂલથી નીકળી ટીબી હોસ્પિટલ થઈ સરદાર પટેલ સ્ટેચ્યૂ હાઈવે પર પહોંચી હતી. ત્યારબાદ સરદાર પટેલના બાવલા ખાતે રાષ્ટ્રગાન યોજાયું હતું. આ પ્રસંગે દેશ માટે બલિદાન આપનાર શહીદ વીરોને શ્રદ્ધાપૂર્વક યાદ કરી તેમને નમન કરવામાં આવ્યું હતું.

યાત્રામાં જીલ્લા પંચાયત ના પ્રમુખ નીતિનભાઈ પટેલ પૂર્વ ધારાસભ્ય પી આઈ પટેલ, તેમજ પૂર્વ ધારાસભ્ય રમણભાઈ પટેલ, ભાજપના અગ્રણી માધુભાઈ પટેલ, એપીએમસી ચેરમેન રાજુભાઈ પટેલ, જીલ્લા પંચાયત ના સદસ્ય જીજ્ઞેશ ભાઈ પટેલ તાલુકા ભાજપ પ્રમુખ હાર્દિક પટેલ, શહેર ભાજપ પ્રમુખ અગન બારોટ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ જીલ્લા પંચાયત ના સદસ્યો સહિત ભાજપના આગેવાનો, કાર્યકરો અને નગરજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

તિરંગા યાત્રા દરમિયાન સમગ્ર વિજાપુરમાં દેશભક્તિનો માહોલ જોવા મળ્યો હતો. રાષ્ટ્રધ્વજ સાથે જોડાયેલા નગરજનોના ઉત્સાહથી સમગ્ર તાલુકો દેશભક્તિના રંગે રંગાયો હતો.

Back to top button
error: Content is protected !!