MEHSANAVIJAPUR

વિજાપુર મહિલા આર્ટ્સ કોલેજમાં ‘રેગિંગ’ સામે વિદ્યાર્થીનીઓનો અવાજ, લીધી પ્રતિજ્ઞા

વિજાપુર મહિલા આર્ટ્સ કોલેજમાં ‘રેગિંગ’ સામે વિદ્યાર્થીનીઓનો અવાજ, લીધી પ્રતિજ્ઞા
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ની શ્રીમતી આર.આર.એચ. પટેલ મહિલા આર્ટ્સ કોલેજ ખાતે નેશનલ એન્ટી રેગિંગ ડે નિમિત્તે એન્ટી રેગિંગ સેલ દ્વારા જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં વિદ્યાર્થીનીઓને રેગિંગના ગંભીર માનસિક પરિણામો અંગે વિદ્યાર્થીનીઓ ને માહિતગાર કરવામાં આવ્યા હતા. અને તેનાથી દૂર રહેવા અપીલ કરવામાં આવી હતી.કોલેજના મનોવિજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડૉ. પી.એમ. પ્રજાપતિએ રેગિંગનો અર્થ સમજાવી તેના કારણે મન પર થતી અસરો અંગે માર્ગદર્શન આપ્યું હતું. જ્યારે અંગ્રેજી વિભાગના અધ્યાપક ડૉ. એ.એસ. કપૂરે એન્ટી રેગિંગ ડેની ઉજવણી પાછળનો હેતુ સમજાવી રેગિંગ જેવી નકારાત્મક માનસિકતાથી દૂર રહેવા જણાવ્યું હતું.
વિદ્યાર્થીનીઓ માં શૈનિ કંદોઇ અને જીયા પટેલે પણ રેગિંગ અંતર્ગત પોતાના વિચારો રજૂ કર્યા હતા.અને રેગિંગને નકારાત્મક વલણ ગણાવ્યું હતું. એન્ટી રેગિંગ સેલના કો-ઓર્ડિનેટર ડૉ. વર્ષાબા જાડેજાએ સેલની કામગીરી અને પ્રતિનિધિઓની માહિતી આપી હતી. રેગિંગની કોઈ ઘટના બને તો તાત્કાલિક સેલને જાણ કરવા અપીલ કરી હતી.
કોલેજના આચાર્ય ડૉ. સુરેશભાઈ પટેલે કોલેજમાં રેગિંગની કોઈ ઘટના ન બનતી હોવા અંગે સંતોષ વ્યક્ત કર્યો હતો. અધ્યાપકોની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમના અંતે એન્ટી રેગિંગ સ્કવોડ તથા વિદ્યાર્થીનીઓએ ‘રેગિંગ નહીં કરીએ અને થવા નહીં દઈએ’ તેવી પ્રતિજ્ઞા લીધી હતી. કાર્યક્રમનું સંચાલન ડૉ. વર્ષાબા જાડેજાએ કર્યું હતું.

Back to top button
error: Content is protected !!