GUJARATHALOLPANCHMAHAL

પવિત્ર શ્રાવણ માસના પ્રારંભે હાલોલના શિવ મંદિરો ‘હર હર મહાદેવ’ના નાદથી ગુંજી ઊઠ્યા,ભક્તોમાં અનેરો ઉત્સાહ 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૩.૮.૨૦૨૬

આજથી હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર અને મહત્ત્વપૂર્ણ ગણાતા શ્રાવણ માસનો શુભ પ્રારંભ થયો છે. ભગવાન શિવને સમર્પિત આ પવિત્ર માસના પ્રથમ દિવસે જ હાલોલ શહેર અને આસપાસના તમામ શિવ મંદિરોમાં ભક્તિમય માહોલ જોવા મળ્યો છે. વહેલી સવારથી જ શિવ મંદિરો “હર હર ભોલે” અને “ઓમ નમઃ શિવાય”ના નાદ થી ગુંજી ઊઠ્યા છે.શ્રાવણ માસનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્ત્વ રહેલું છે અને આ આખો મહિનો મહાદેવની આરાધના માટે ઉત્તમ માનવામાં આવે છે. આજે શ્રાવણ માસના પ્રારંભે હાલોલના તમામ શિવ મંદિરોમાં શિવભક્તોની ભારે ભીડ ઉમટી પડી છે. શિવજીને પ્રસન્ન કરવા અને તેમની કૃપા પ્રાપ્ત કરવા માટે ભક્તોએ શિવલિંગ પર દૂધ, પવિત્ર જળ, બિલિપત્ર અને ફળો અર્પણ કરી પૂજા-અર્ચના કરી છે અને જળાભિષેક કરીને ધન્યતા અનુભવી રહ્યા છે.મંદિરોમાં વહેલી સવારથી જ દર્શનાર્થીઓની લાંબી લાઈનો જોવા મળી હતી, જેના કારણે સમગ્ર હાલોલ પંથકમાં વાતાવરણ સંપૂર્ણપણે શિવમય અને ભક્તિમય બની ગયું છે.

Back to top button
error: Content is protected !!