હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પ્રાંતિજ ખાતે તિરંગા યાત્રા યોજાઈ

હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત પ્રાંતિજ ખાતે તિરંગા યાત્રા યોજાઈ
***
પ્રાંતિજ ખાતે યોજાનારી તિરંગા યાત્રામાં વિવિધ જનપ્રતિનિધિઓ, આગેવાનો તથા નગરજનો જોડાયા
***
સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશભક્તિના ભાવ સાથે *‘હર ઘર તિરંગા યાત્રા’*નું આયોજન કરવામાં આવ્યું છે.
આ તિરંગા યાત્રા દ્વારા નાગરિકોમાં રાષ્ટ્રધ્વજ પ્રત્યે સન્માન, રાષ્ટ્રભાવના અને દેશભક્તિની ભાવનાને વધુ પ્રબળ બનાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.
હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત સૌ નાગરિકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ગૌરવ અને સન્માનપૂર્વક લહેરાવી આ રાષ્ટ્રવ્યાપી અભિયાનમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી છે. *‘હર મન તિરંગા, હર ઘર તિરંગા’*ના સંકલ્પ સાથે સમગ્ર પ્રાંતિજ દેશભક્તિના રંગે રંગાયુ હતું.
આ તિરંગા યાત્રામાં ધારાસભ્યશ્રી ગજેન્દ્રસિંહ પરમાર, પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી અનિતાબેન જે. પંડ્યા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી અંકિતાબેન પટેલ, શ્રી વિજયરાજસિંહ ઝાલા, જિલ્લા અગ્રણી શ્રી કનુભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ રાઠોડ, પૂર્વ સાંસદશ્રી દીપસિંહ રાઠોડ, પૂર્વ મંત્રીશ્રી જયસિંહ ચૌહાણ, શ્રી જયેશભાઈ પટેલ, શ્રીમતી નિર્મલાબેન પંચાલ નગરપાલિકાના ઉપપ્રમુખ શ્રી ગીરીશભાઈ ડી. પટેલ, શ્રી કુશાલ બ્રહ્મભટ્ટ, શ્રી ચિંતનભાઈ પટેલ, હિતીપભાઈ રાવળ, તેમજ અન્ય આગેવા સહિતના આગેવાનો મામલતદારશ્રી, ટી.ડી.ઓ.શ્રી, શેઠ પી.એન્ડ આર. હાઈસ્કૂલના આચાર્યશ્રી, સ્ટાફ તથા નગરપાલિકા સ્ટાફ સહિતના વિવિધ વર્ગના લોકો જોડાઈ દેશપ્રેમનો સંદેશ આપ્યો હતો.
જયંતિ પરમાર સાબરકાંઠા






