થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણ ની શુભ શરૂઆત પોથીયાત્રા થી કરાઈ!!!
છેલ્લા ૭૭ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬ થી ૨૦૮૨ અવિરત શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણ ચાલુ..

થરામાં શ્રીરામજી મંદિરે શ્રીરામ ચરિતમાનસ પારાયણ ની શુભ શરૂઆત પોથીયાત્રા થી કરાઈ!!!
—————————————-
છેલ્લા ૭૭ વર્ષ એટલે કે સંવત ૨૦૦૬ થી ૨૦૮૨ અવિરત શ્રી રામજી મંદિરે શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણ ચાલુ..
—————————————
ઓગડ તાલુકાની ધન્યધરામાં આવેલ થરા જુનાગામતળ ખાતે બિરાજમાન શ્રીરામજી મંદિરે શ્રી રામજી મંદિર ટ્રસ્ટ દ્વારા પ.પૂ.શ્રી રણછોડદાસજી મહારાજના શિષ્યાશ્રી પ.પૂ. વંદનીય રમાબેનજી હરિયાણીજી ના સાનિધ્યમાં સરોજબેન ઠક્કર તથા રીંકુબેન ઠક્કર ના સ્વમુખે શ્રીરામ ચરિત માનસના પાઠનું પઠન સંવત ૨૦૮૨ ના શ્રાવણ સુદ-૧ ને ગુરૂવાર તા ૧૩/૦૮/૨૦૨૬ થી શ્રાવણ સુદ-૯ ને શુક્રવાર તા.૨૧/૦૮/૨૦૨૬ સુધી બપોરે ૨.૪૫ થી સાંજે ૬.૪૫ કલાક ૯ દિવસ સુધી શ્રીરામ ચરિત માનસનું પારાયણ કરવામાં આવશે.પોથીયાત્રા બાદ પ.પૂ. વંદનીય રમાબેનજી હરિયાણીજી, ફરશુભાઈ ઠક્કર પરાગ પંપ,પ્રવીણભાઈ ઠક્કર, તુસાર ઠક્કર,લાલાભાઈ તાલબના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી શ્રીરામ ચરિત માનસના પાઠ ના પઠનની શરૂઆત કરવામાં આવી હતી.આ અવસરનો લાભ લેવા આયોજકોએ જણાવ્યું હતું.આ પ્રસંગના મુખ્ય યજમાન હનુમાનજી મહારાજ તથા ભોજન પ્રસાદના યજમાન સ્વ.ધર્મેન્દ્રકુમાર લક્ષ્મીરામભાઈ કાળીદાસ કોટક પરિવાર (રાજેશ્રી મસાલા) જયારે ફળાહાર ના યજમાન ઠક્કર મહેશભાઈ જયંતીલાલ પરિવારે લાભ લીધો છે.જયારે દૈનિક યજમાન ઠક્કર વસંતીબેન જયંતીલાલ, સ્વ.ભીખાભાઈ જગજીવનદાસ ઠક્કર,રાજેશ પ્રભુરામભાઈ (લાટી), કોટક માયાબેન નટવરલાલ સહીત અનેક દાતાઓએ લાભ લીધો છે.જયારે ત્રણેય પ્રસંગ શ્રી રામ જન્મ,શ્રીરામ વિવાહ અને શ્રીરામ રાજ્યભિષેકની પ્રસાદીના યજમાન ઠક્કર નર્મદાબેન કેશવરામભાઈ, શ્રીરામ જન્મોત્સવના યજમાન ઠક્કર લીલાબેન ચીમનલાલ,શ્રીરામ વિવાહના યજમાન ઠક્કર વિમળાબેન કિર્તીલાલ, ચા કોફીના યજમાન મામતોરા વીણાબેન અશોકભાઈ,કોલ્ડ્રિંક્સ ઠક્કર સરોજબેન વસંતલાલ કારભારી તેરવાડાવાળા અને જેન્તીલાલ ઠક્કર તરફથી આપવામાં આવશે.શ્રીરામ ચરિત માનસ નવાહ પારાયણ માં કોઈને અગવડ ના પડે તેના માટે આયોજકોએ પૂર્વ તૈયારીઓ કરી છે.
નટવર.કે.પ્રજાપતિ,થરા
મો.૯૯૭૯૫ ૨૧૫૩૦









