DAHODDEVGADH BARIAGUJARAT

દેવગઢ બારીઆની મેન્દ્રા ચોકડી ખાતે આવેલા ગોડાઉન ઉપર ડીએપી ખાતરની કાળાબજારી સામે જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા મોટો સપાટો બોલાવવામાં આવ્યો

તા.૧૪.૦૮.૨૦૨૬

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Bariya:દેવગઢ બારીઆની મેન્દ્રા ચોકડી ખાતે આવેલા ગોડાઉન ઉપર ડીએપી ખાતરની કાળાબજારી સામે જિલ્લા ખેતીવાડી તંત્ર દ્વારા મોટો સપાટો બોલાવવામાં આવ્યો

ખાનગી બાતમીના આધારે જિલ્લા અધિકારીઓની ટીમે મેન્દ્રા ચોકડી પાસે આવેલા એક ખાનગી ગોડાઉન પર સરપ્રાઈઝ રેડ પાડી હતી સહકારી મંડળીના ઈસ્માઈલ બાજી નામના શખ્સે ડીએપી ખાતરનો મોટો જથ્થો બારોબાર શંકાસ્પદ ગોડાઉનમાં ખસેડ્યો હતો સ્થળ પરથી ખેતી વિભાગની ટીમે દરોડા પાડીને ગેરકાયદેસર રીતે સંગ્રહિત ડીએપી ખાતરની કુલ 400 થેલીઓ ઝડપી પાડી બારિયા અનાજ ઉત્પાદક સહકારી મંડળી અને બારિયા વિભાગ ખેડૂત ગ્રાહક સહકારી ભંડાર સંઘના આ ગોડાઉન હોવાનું સામે આવ્યું આ સંસ્થાઓ દ્વારા સહકારી મંડળીનું ખાતર કાળાબજારીમાં ઊંચા ભાવે વેચાણ કરવામાં આવતું હોવાની વ્યાપક બૂમો ઉઠી હતી ખેડૂતો દ્વારા આપવામાં આવેલી સચોટ માહિતીના પગલે ખેતીવાડી વિભાગે તાત્કાલિક ધોરણે આ ગેરકાયદેસર ગોડાઉન સીલ કરી દીધું છે ખાતરની કાળાબજારી કરનારા તત્વોમાં જિલ્લા અધિકારીઓની લાલ આંખથી ભારે ફાફડાટ અને સન્નાટો ફેલાઈ ગયો ખેતીવાડી અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને સંસ્થાઓના લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરી દેવાઈ છે

Back to top button
error: Content is protected !!