GUJARATHALVADMORBIMORBI CITY / TALUKO

HALVAD:હળવદના બુટવાડા ગામે વાડીના શેઢે ચાલતો જુગારધામ ઝડપાયો: ૫ ઈસમો રોકડ સાથે ઝડપાયા 

HALVAD:હળવદના બુટવાડા ગામે વાડીના શેઢે ચાલતો જુગારધામ ઝડપાયો: ૫ ઈસમો ઝડપાયા

હળવદ તાલુકાના બુટવાડા ગામે નદી કાંઠાની સીમમાં જાહેરમાં ચાલી રહેલા તીનપત્તીના જુગારધામ પર હળવદ પોલીસે દરોડો પાડી પાંચ ઈસમોને ઝડપી લીધા છે. પોલીસે ઘટનાસ્થળેથી કુલ રૂ. ૫૧,૩૦૦ની રોકડ રકમનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી વિગતો અનુસાર, હળવદ તાલુકા પોલીસની ટીમ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે બુટવાડા ગામે નદી કાંઠાની સીમમાં આવેલી શામજીભાઈ મોહનભાઈની વાડીના શેઢે કેટલાક ઈસમો જાહેરમાં પૈસા પત્તાનો તીનપત્તીનો જુગાર રમી રહ્યા છે.

બાતમીના આધારે પોલીસે દરોડો પાડતા જુગાર રમતા પાંચ શખ્સો રંગેહાથ ઝડપાઈ ગયા હતા.ઝડપાયેલા આરોપીઓ શામજીભાઈ મોહનભાઈ લોદરીયા (રહે. બુટવાડા) ગણેશભાઈ શંકરભાઈ લોદરીયા (રહે. બુટવાડા) મહેશભાઈ કાનજીભાઈ ઉડેચા (રહે. બુટવાડા) મેરાભાઈ લખમણભાઈ નંદેસરીયા (રહે. બુટવાડા) તુલશીભાઈ ચતુરભાઈ સુરાણી (રહે. શીવપુર, તા. હળવદ)પોલીસે પાંચેય આરોપીઓ પાસેથી રૂ. ૫૧,૩૦૦/- ની રોકડ રકમ કબ્જે કરી તેમની સામે જુગારધારાની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

Back to top button
error: Content is protected !!