સુરેન્દ્રનગર: ‘સ્વતંત્રતા દિવસ’ નિમિત્તે SOGનું સઘન ચેકિંગ ડ્રાઈવ: ચોટીલામાં 11 હોટલ- ગેસ્ટ હાઉસના સંચાલકો સામે ગુનો નોંધાયો

તા.15/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં આગામી ‘સ્વતંત્રતા દિવસ’ની ઉજવણીને ધ્યાને રાખીને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા સમગ્ર જિલ્લામાં સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાના ભાગરૂપે હોટલ, ધાબા અને ગેસ્ટ હાઉસનું સઘન ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે રાજકોટ વિભાગના ડીઆઈજી નિર્લિપ્ત રાયની સૂચના અને જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના સીધા માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. શાખા દ્વારા હાથ ધરાયેલી ખાસ ઝુંબેશ દરમિયાન ચોટીલા ખાતે નિયમોનું ઉલ્લંઘન કરતી ૧૧ હોટલો/ગેસ્ટ હાઉસના માલિકો અને મેનેજરો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષકની ખાસ સૂચનાથી ચોટીલા વિસ્તારમાં આવેલ હોટલો અને ગેસ્ટ હાઉસમાં નીચે મુજબની બાબતોનું ઝીણવટભર્યું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત પોલીસ દ્વારા બનાવાયેલ ‘પથિક એપ’ પર રજિસ્ટ્રેશન થયેલ છે કે કેમ અને મુસાફરોની સમયસર એન્ટ્રી કરવામાં આવે છે કે નહીં. હોટલમાં સીસીટીવી કેમેરા ચાલુ હાલતમાં છે કે નહીં તથા તેનું યોગ્ય સ્ટોરેજ થાય છે કે કેમ. મુલાકાતે આવતા દરેક ગેસ્ટના ઓળખકાર્ડની નકલ જમા લેવામાં આવે છે કે નહીં. તપાસ દરમિયાન યોગ્ય નિયમોનું પાલન ન કરતા હોવાનું માલૂમ પડતાં એસઓજીના પીઆઇ, પીએસઆઇ, કાનાભાઈ સાંબડ, કુલદીપસિંહ ગોહિલ, અનિરુદ્ધસિંહ ઝાલા, સુરેશભાઈ ખરગીયા, મીતભાઈ મુંજપરા સહિત સમગ્ર ટીમ દ્વારા ચોટીલા પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ ૧૩૧ મુજબ કુલ ૧૧ ગુનાઓ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જેમાં કાર્યવાહી હેઠળ આવેલ હોટલ તથા ગેસ્ટ હાઉસ અને સંચાલકોની યાદી જેમાં ચોટીલા પોલીસ સ્ટેશન વિસ્તારની જોલી એન્જોય હોટલ જેનો સંચાલન અભિષેકભાઇ વિનોદરાવ બાડાપુરે રહે, જોલી એન્જોય હોટલ ચોટીલા, નગીન ગેસ્ટ હાઉસ જેનો સંચાલન યશભાઈ યોગેશભાઇ જસ્વાલ ઉવ.૨૫ ધંધો.હોટલ સંચાલન રહે, ચોટીલા અમૃતનગર સોસાયટી ચોટીલા, શ્રી પિતૃકૃપા ગેસ્ટ હાઉસ જેનો સંચાલન સહદેવભાઇ ગેલાભાઇ ખટાણા રહે, ચાણપા ચોટીલા, જય સોમનાથ ગેસ્ટ હાઉસ જેનો સંચાલન હીતેશભાઇ મનસુખભાઇ મોરી રહે, ચોટીલા પોલીસ સ્ટેશન સામે ચોટીલા, નેપ્ચ્યુન નામની હોટલ જેનો સંચાલન આષિસભાઈ રાજુભાઈ ખરાડી રહે, ચોટીલા નેપ્ચ્યુન હોટલમાં મુળ રહે.પાલ, ઉત્સવ નામની હોટલ જેનો સંચાલન અનિરુધ્ધભાઈ જોગીદાસભાઈ ખાચર રહે, ચિરોડા ભાદર, ક્રિસ્ટલ નામની હોટલ જેનો સંચાલન ચેતનભાઈ ગુણુભાઈ જોષી રહે, ચોટીલા ચામુંડા રોડ પોલીસ ચોકીની બાજુમાં ચોટીલા, ઉદયરાજ ગેસ્ટ હાઉસ જેનો સંચાલન સંજયભાઇ બેચરભાઇ ઘાંઘળ રહે, ખીમોઇ, આનંદ ગેસ્ટ હાઉસ જેનો સંચાલન મુન્નાભાઇ દેવશીભાઇ ચૌહાણ રહે, ચામુંડામા તળેટી રોડ ચોટીલા, આકાશ પેલેસ હોટેલ /ગેસ્ટ હાઉસ જેનો સંચાલન નિકુંજભાઈ અજયભાઈ મેંઢા રહે, ચોટીલા શાશ્ત્રીનગર ચોટીલા, અપના ગેસ્ટ હાઉસ /હોટલ જેનો સંચાલન નવેદ મનસુરભાઇ લોલાડીયા રહે, ચોટીલા ઘાંચીવાડ ચોટીલા જેઓને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે કે, મુસાફરોની સુરક્ષા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે હોટલ, ધાબા અને ગેસ્ટ હાઉસનું આ પ્રકારનું સરપ્રાઈઝ ચેકિંગ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. નિયમોનું પાલન ન કરનાર હોટલ સંચાલકો સામે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.





