GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી દેશભક્તિનો અનોખો સંગમ, ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશનના અજય લોરિયા દ્વારા ૧૫,૦૦૦ તિરંગાનું વિનામૂલ્યે વિતરણ

MORBI:મોરબી દેશભક્તિનો અનોખો સંગમ, ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશનના અજય લોરિયા દ્વારા ૧૫,૦૦૦ તિરંગાનું વિનામૂલ્યે વિતરણ

સ્વતંત્રતા પર્વની ઉજવણી દેશભરમાં હરખ અને ઉલ્લાસ સાથે થઈ રહી છે, ત્યારે મોરબીમાં પણ દેશભક્તિનો એક અનોખો માહોલ જોવા મળ્યો છે. મોરબીના જાણીતા સમાજસેવક, રાષ્ટ્રભક્ત અને ‘સેવા એ જ સંપત્તિ’ ફાઉન્ડેશનના સ્થાપક અજય લોરિયા દ્વારા દર વર્ષની પોતાની પરંપરા જાળવી રાખીને આ વર્ષે પણ ભવ્ય રાષ્ટ્રભક્તિનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે.નાગરિકો પોતાના ઘરે-ઘરે ગૌરવભેર રાષ્ટ્રધ્વજ લહેરાવી શકે અને હર ઘર તિરંગા અભિયાનમાં ઉત્સાહભેર ભાગ લઈ શકે તે માટે અજય લોરિયા દ્વારા ૧૫,૦૦૦ થી પણ વધુ તિરંગાનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું.

“રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે લોકોમાં દેશભક્તિનો સંચાર થાય અને દરેક નાગરિક પોતાના આંગણે તિરંગો લહેરાવીને આઝાદીના પર્વની ઉજવણી કરે તે જ અમારો મુખ્ય હેતુ છે.”અજય લોરિયા દ્વારા દર વર્ષે યોજાતા આ સેવાકીય અને દેશભક્તિના કાર્યક્રમથી મોરબીવાસીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તિરંગા વિતરણના આ કાર્યક્રમને મોરબીના સ્થાનિક લોકો અને સંગઠનો દ્વારા ભારે આવકારવામાં આવ્યો છે તથા અજય લોરિયાની આ રાષ્ટ્રભક્તિની પહેલને બિરદાવવામાં આવી છે.

Back to top button
error: Content is protected !!