સુરેન્દ્રનગર LCB પોલીસે કુંથુનાથ દેરાસર પાસેથી વિદેશી દારૂના 572 ચપલા સાથે બે શખ્સો ઝડપાયા
દારૂની પ્લાસ્ટિકની બોટલ ૫૭૨ કિ.રૂ.1,03,152 તથા અલ્ટો ગાડી કિં.રૂ.1,00,000 એક એક્સેસ સ્કૂટર કિં.રૂ.50,000 અને મોબાઇલ ફોન કિં.રૂ.10,000 એમ કુલ મળીને રૂ.2,63,152 નો મુદ્દામાલ જપ્ત કર્યો

તા.15/08/2026/
બાવળિયા ઉમેશભાઇ સુરેન્દ્રનગર
દારૂની પ્લાસ્ટિકની બોટલ ૫૭૨ કિ.રૂ.1,03,152 તથા અલ્ટો ગાડી કિં.રૂ.1,00,000 એક એક્સેસ સ્કૂટર કિં.રૂ.50,000 અને મોબાઇલ ફોન કિં.રૂ.10,000 એમ કુલ મળીને રૂ.2,63,152 નો મુદ્દામાલ જપ્ત કર્યો, સુરેન્દ્રનગર જિલ્લામાં ગેરકાયદેસર પ્રોહિબિશન અને જુગારની પ્રવૃત્તિઓ સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી પ્રેમસુખ ડેલૂ દ્વારા આપવામાં આવેલી સખત સૂચનાઓના પગલે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. એલસીબીના હે.કો. વિજયસિંહ પરમાર અને કપિલભાઈ સુમેરાને મળેલી સંયુક્ત ચોક્કસ બાતમીના આધારે પોલીસે સુરેન્દ્રનગર કુંથુનાથ દેરાસર પાસે આવેલી ગલીમાં દરોડો પાડ્યો હતો. ત્યાંથી એક અલ્ટો કારમાંથી ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ ૧૮૦ એમ.એલ. ની ઇંગ્લીશ દારૂની પ્લાસ્ટિકની બોટલ નંગ ૫૭૨ કિ.રૂ. ૧,૦૩,૧૫૨ તથા અલ્ટો ગાડી કિં.રૂ.૧,૦૦,૦૦૦ એક એક્સેસ સ્કૂટર કિં.રૂ.૫૦,૦૦૦ અને મોબાઇલ ફોન કિં.રૂ. ૧૦,૦૦૦ એમ કુલ મળીને રૂ.૨,૬૩,૧૫૨ નો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા આરોપી કીશનભાઈ જયંતિભાઈ મોરી રહે, મધુવન સોસાયટી, રતનપર રાજકોટ બાયપાસ રોડ વઢવાણ અને સાહીલભાઈ અહેમદભાઈ લંઘા રહે, જૂની હાઉસિંગ, પાગલ બાપુની દરગાહ પાસે, સુરેન્દ્રનગર જ્યારે પકડવાનો બાકી આરોપી સાહનવાજ હસનભાઈ કુરેશી રહે, કૃષ્ણનગર, સુરેન્દ્રનગર વાળાઓ આ મામલે સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર કરવામાં આવ્યો છે અને ફરાર આરોપી તથા તપાસમાં ખુલે તે અન્ય શખ્સોને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.





