GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:શારદા વિદ્યામંદિર શાળા ના પ્રાંગણમાં ગુંજ્યો રાષ્ટ્રધ્વજ, દેશભક્તિના મહોલમાં ઉજવાયો 80 મો સ્વાતંત્રતા પર્વ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૧૫.૮.૨૦૨૬

હાલોલના ગોધરા રોડ પર આવેલ શારદા વિદ્યામંદિર શાળામાં ૮૦મા સ્વતંત્રતા પર્વની ભારે હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમની શરૂઆત પવિત્ર પ્રાર્થનાથી થયા બાદ, મુખ્ય મહેમાન જીગરભાઈ પટેલના હસ્તે ગરિમાપૂર્ણ રીતે ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ અગ્રવાલ, ચતુર્ભુજ પરીખ તથા ગોપાલભાઈ પટેલ સાથે હાલોલ નગરપાલિકાના સદસ્યો સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત વિદ્યાર્થીઓએ હાલોલ શહેરમાં ભવ્ય તિરંગા યાત્રા પણ કાઢી હતી.આ ગૌરવશાળી પર્વ નિમિત્તે શાળામાં સંપૂર્ણ સપ્તાહ દરમિયાન વિવિધ વર્ગોમાં અનેક દેશભક્તિપૂર્ણ પ્રવૃત્તિઓનું સુંદર આયોજન કરાયું હતું. જેમાં વિદ્યાર્થીઓએ સ્વતંત્રતા સેનાનીઓ દ્વારા આપવામાં આવેલા અમર નારાઓનું જોશભેર ગુંજન કર્યું હતું. વિશિષ્ટ સર્જનાત્મકતા દાખવી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રીય પ્રતીકોમાં તિરંગાના ત્રણ રંગોના અનાજનો ઉપયોગ કરીને આકર્ષક કલાકૃતિઓ તૈયાર કરી હતી. આ ઉપરાંત અનેક પ્રકારની ક્રાફ્ટ પ્રવૃત્તિઓ દ્વારા સુંદર સુશોભનની વસ્તુઓ બનાવવામાં આવી હતી. સાથે વિવિધ દેશભક્તિના ગીતો પર નૃત્ય તથા વેશભૂષા કાર્યક્રમ પણ રાખવામાં આવેલો હતો. શાળાના નાના ભૂલકાઓને તિરંગાના રંગોનું મહત્ત્વ અને તેની સચોટ માહિતી પૂરી પાડવા માટે વિશેષ બાળ પ્રવૃત્તિઓ યોજાઈ હતી. અંતમાં સામૂહિક રાષ્ટ્રગીત અને મિઠાઈ વિતરણ સાથે આ યાદગાર મહોત્સવ સંપન્ન થયો હતો.

Back to top button
error: Content is protected !!