
ફૈઝ ખત્રી..શિનોર
શિનોર તાલુકાના સાધલી ગામ ખાતે આવેલ મનન વિદ્યાલયમાં 80મા સ્વાતંત્ર્ય દિવસની આન-બાન અને શાન સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.
કાર્યક્રમ દરમિયાન સાધલી ગ્રામ પંચાયતના ડેપ્યુટી સરપંચ તથા ઇન્ચાર્જ સરપંચ સંકેત પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિત સૌએ રાષ્ટ્રગીત ગાઈ દેશભક્તિના માહોલને વધુ ઉર્જાવાન બનાવ્યો હતો.
આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક અને દેશભક્તિપૂર્ણ પરફોર્મન્સ રજૂ કરવામાં આવ્યા હતા, જેને ઉપસ્થિત મહેમાનો તથા વાલીઓએ ઉત્સાહપૂર્વક નિહાળી વિદ્યાર્થીઓને બિરદાવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા મનન વિદ્યાલયના મેનેજિંગ ડિરેક્ટર યશ પંડ્યા તેમજ શાળાના સમગ્ર સ્ટાફ દ્વારા ભારે મહેનત કરવામાં આવી હતી.




